હિન્દીની જાણીતી કવિયિત્રી મહાદેવી વર્મા જેમણે આધુનિક મીરા પણ કહેવામાં આવે ની કૃતિયો પ્રત્યે સન્માન બતાવતા આજે ગૂગલનુ ડૂડલ તેમને સમર્પિત કરવામાં આવ્યુ છે.
ગૂગલે આજે Celebrating Mahadevi Varm શીર્ષકથી ડૂડલ બનાવ્યુ છે. હિન્દુ સાહિત્ય સાથે જોડાયેલ આ નામને કોઈ પરિચયની જરૂર નથી. છાયાવાદના રૂપમાં મહાદેવી વર્માએ સ્તંભની ભૂમિકા ભજવી. ઉત્તરપ્રદેશમાં જન્મેલી આ કવિયિત્રીના નામ પાછળ પણ ઈતિહાસ છે. અનેક પેઢીયો પછી તેમના પરિવારમાં યુવતીનો જન્મ થયો તેથી તેમનુ નામ ખૂબ પ્રેમથી મહાદેવી મુકવામાં આવ્યુ.
મહાદેવી પ્રકૃતિના ખૂબ જ નિકટ રહી અને તેમની કવિતાઓમાં તેની ઝલક સ્પષ્ટ દેખાય છે. સાત વર્ષની વયથી લખવુ શરૂ કરવામાં આવ્યુ અને શાળાનો અભ્યાસ પુરો થયો ન થયો અને તેમનુ નામ સાહિત્યિક જગતમાં પ્રખ્યાત થવા લાગ્યુ.
મહાદેવી વર્માનો જન્મ 26-3-1907ના રોજ ઉત્તરપ્રદેશના ફર્રખાબાદમાં થયો હતો. તેમના પિતાજીનું નામ ગોવિંદપ્રસાદ વર્મા હતું.તેમની માતાનુ નામ હેમરાની દેવી હતું. તેમના પિતા એક કોલેજમાં પ્રોફેસર હતા. તેમના પરિવારમાં 200 વર્ષ પછી પ્રથમ પુત્રીનો જન્મ થયો હતો. તેથી તેમને ઘરની દેવી-મહાદેવી માનીને તેમની પુત્રીનુ નામ મહાદેવી રાખવામાં આવ્યું. મહાદેવી વર્માના પિતા ગોવિંદપ્રસાદ વર્મા નાસ્તિક અને માંસાહરી હતા. અને તેમના બિલકૂલ વિરૂધ્ધ તેમની પત્નિ હેમરાની ધર્મનિષ્ઠ અને શાકાહરી હતાં.
મહાદેવી વર્માએ ઇંન્દોરની મિશન સ્કૂલમાં શિક્ષણ મેળવ્યુ હતું. તેમની પાસે સંસ્કૃત, અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હતું. તેઓ સંગીત અને ચિત્રકલામાં પણ માહિર હતા. જ્યારે તેમણે મેટ્રીક પાસ કર્યુ હતુ ત્યારે તેઓ સફળ કવિયત્રીના રૂપમાં પ્રગટ થઇ ચૂક્ય હતા. 1916માં જ્યારે તેઓ દસમા ધોરણમાં હતા ત્યારે તેમના લગ્ન કરી નાખવામાં આવ્યા હતા.
તેમની કવિતાઓ આલગ-અલગ પત્રિકાઓમં છપાવવા લાગી હતી. જ્યારે તેમને સંસ્કૃત સાથે એમ.એ.પાસ કર્ય્યુ ત્યારે તેમન બે કાવ્ય સંગ્રહ નિહાર અને રશ્મિ પસિધ્ધ થઇ ચૂક્યા હતા. 1966માં તેમના પતિના મૃત્યું બાદ તેઓ અલ્હાબાદમાં રહેવા લાગ્યા હતાં. તેઓ બૌધ્ધ ધર્મથી ખૂબ જ પ્રભાવિત હતા. નૈનિતાલથી 25 કિમી દુર રામગઢના ઉમાગઢમાં તેમને એક બંગલો બનાવ્યો હતો, જે આજે મહાદેવી સાહિત્ય સંગ્રહાલય તરીકે ઓળખાય છે. ત્યાં રહીને તેમને સ્ત્રીજાગૃતિ, સ્ત્રી શિક્ષણ, અને આર્થિક નિર્ભતા માટે કામ કર્યુ હતું.
તેમની આ સમાજસેવા અને કારણે સમાજસેવક તરીકે પણ ઓળખવમાં આવે છે. મહાદેવી વર્માને છાયાવાદી યુગના ચોથા આધારસ્તંભ ગણવામાં આવે છે. તેમને કેટલાક રેખાચિત્રો પણ બનાવ્યા છે. ભારત સરકારે તેમને સાહિત્ય સેવા માટે પધ્મ ભૂષણ એવોર્ડૅ એનાયત કર્યો હતો. તેઓ સાહિત્ય અકાદમીના પ્રથમ મહિલા સભ્ય હતા.
તેમની સુવિખ્યાત કવિતા સંગ્રહમાં નીહાર, પ્રથમ આયામ, નીરજા, અગ્નિરેખા નો સમાવેશ થાય છે. તેમને ગદ્ય સાહિત્યમાં રેખાચિત્ર, નિબંધ, વાર્તાઓ લલિત નિબંધોનું પ્રદાન કર્યું છે. તેમને આધુનિક યુગના મીરાં ગણવામાં આવે છે. તેમની મધુર ભાષાશૈલી અને લેખન શૈલીના કારણે તેમને હિન્દી સાહિત્ય મંદિરના સરસ્વતી ગણવામાં આવે છે. 11-9-1987ના રોજ તેઓ મૃત્યું પામ્યા હતા.