Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

દશેરા સ્પેશિયલ જલેબી ફાફડા - શું આપ જાણો છો દશેરા પર કેમ ખાવામાં આવે છે જલેબી-ફાફડા ?

દશેરા સ્પેશિયલ જલેબી ફાફડા - શું આપ જાણો છો દશેરા પર કેમ ખાવામાં આવે છે જલેબી-ફાફડા ?
, મંગળવાર, 24 ઑક્ટોબર 2023 (08:07 IST)
ગુજરાતમાં દશેરાના દિવસે એટલેકે રાવન દહન થાય તે દિવસે લોકો લાખો રૂપિયાના જલેબી ફાફડા આરોગી જાય છે. એવું લાગે છે જે કે જેમ આ તો એક પરંપરા જ બની ગઈ છે. પણ શું તમે જાણો છો શા માટે આવું કરાય છે. 
 
જેમકે અમે બધા જાણીએ છે કે દશેરાના દિવસે ભગવાન શ્રીરામએ રાવણને વધ કરી વિજય મેળવી હતી. તેને ખુશીમાં તેથી લોકોએ શ્રીરામને ભાવતી શાશ્કુલી જેને અમે બધા જલેબી કહીએ છે એ  શાશ્કુલી(જલેબી) નગરમાં વહેંચી હતી. ત્યારથી જ ગુજરાતીઓ જલેબી ખાવાની પરંપરા શરૂ કરી દીધી. 
 
મીઠાઈની સાથે કોઈ ફરસાણનો ચટકારા હોય તો મજા બમણી થઈ જાય છે. તેથી તેની સાથે લોકો ફાફડા ખાવાના વિક્લ્પ ઉત્તમ માન્યું. ત્યારથી જ દશેરાના દિવસે જલેબી ફાફડા ખાવાની પરંપરા શરૂ કરી દીધી.
 
ફાફડા અને જલેબીને માત્ર સ્‍વાદની મજા  માણવા માટે ટેસ્ટ કરાય તો વાંધો નથી, પણ લંચ અને ડિનરના ભોગે તો ખાવા હેલ્થ માટે જોખમી છે. ફાફડા વાસી તેલમાંથી બન્યાં હોય તો તેમાં ટોક્સિન તત્વ વધુ પ્રમાણમાં હોય તે નુકસાન વધુ કરે છે, જયારે જલેબીમાં તો કોઇ જાતનાં પોષક તત્વો હોતાં જ નથી, તેથી જલેબી ખાવાથી શરીરને કોઇ ફાયદો થતો નથી, માત્ર કંઇક અંશે ગ્લુકોઝ જતાં શક્તિ જેવું લાગે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vijayadashami 2023 - દશેરાના દિવસે આ પક્ષીનુ દેખાવવુ છે ખૂબ જ શુભ, ઘરમાં સુખ સમૃદ્ધિનો થશે વાસ અને દરિદ્રતા થશે દૂર