Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Dussehra 2023 Date: દશેરા ક્યારે છે? જાણો રાવણ દહનનુ મહત્વ અને દશેરાની પૌરાણિક કથાઓ

Dussehra 2023 Date
, મંગળવાર, 24 ઑક્ટોબર 2023 (09:00 IST)
Dussehra 2023 Date-વિજયાદશમીનો તહેવાર એ અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દસમી તારીખે ઉજવવામાં આવતા મુખ્ય તહેવારોમાંનો એક છે. શ્રી વાલ્મીકિ રામાયણ, શ્રી રામચરિતમાનસ, કાલિકા ઉપપુરાણ અને અન્ય ઘણા ધાર્મિક ગ્રંથો અનુસાર, આ તહેવારનો ભગવાન શ્રી રામ, ભારતીય લોકોના જીવન અને ગૌરવ સાથે ઊંડો સંબંધ છે. વિદ્વાનોના મતે શ્રી રામજીએ આ તિથિએ પોતાની વિજય યાત્રા શરૂ કરી હતી. તેથી આ તહેવાર વિજય યાત્રા માટે શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે. આવો જાણીએ દશેરાની માન્યતાઓ,  પૌરાણિક કથાઓ અને શુભ મુહુર્ત વિશે.  


દશેરાનો તહેવાર આ વર્ષે 24 ઓકટોબરે ઉજવાશે. આ વર્ષે દશેરાના તહેવાર પરા બે શુભ યોગ પણ બની રહ્યા છે. આ વર્ષે આશ્વિન મહીનાના શુક્લ પક્ષની દશમી તિથિ 23 ઓક્ટોબરે સોમવારે સાંજે 05 વાગીને 44 મિનિટથી શરૂ થશે. તેનો સમાપન 24 ઓક્ટોબરે મંગળવાર બપોરે 03 વાગીને 14 મિનિટ પર થશે. તેથી દશેરાનો તહેવાર 24 ઓક્ટોબરે ઉજવાશે. 

નવરાત્રિ પછી દશેરાનો તહેવાર આવે છે અને તેને અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અને પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે રાવણે  દ્વારા માતા સીતાનું હરણ કરવામાં આવ્યું ત્યારે ભગવાન રામે વાનર સેના સાથે લંકા પર આક્રમણ કર્યું અને રાવણનો વધ કર્યા પછી માતા સીતાને પરત લાવ્યા. ત્યારથી, દુષ્ટતા પર સારાની જીતના પ્રતીક તરીકે દશેરા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

રામાયણ ની કથા અનુસાર આયોધ્યા ના રાજા દશરથ રઘુવંશ કુળ ના રાજા હતા. રાજા દશરથ ના ત્રણ પત્ની હતા જેમના નામ કૌશલ્યા, કૈકયી અને સુમિત્રા હતું. કૈકયી એ રાજા દશરથ નો જીવ બચાવ્યો હતો જેના બદલા માં દશરથ રાજા એ વરદાન આપેલ હતું જેના બદલા માં કૈક્યી એ શ્રીરામ ને 14 વર્ષ ના વનવાસ પર મોકલવા અને કૈકયી પુત્ર ભરત ને રાજગાદી સોંપવા માટે કહ્યું હતું જ્યારે રામ વનવાસ પર જાય છે ત્યારે તેમની સાથે તેમના પત્ની સીતા માતા અને ભાઈ લક્ષ્મણ પણ સાથે વનવાસ માં જોડાઈ છે વન માં ભટકતી વખતે જ્યારે રાવણ ઋષિ નું સ્વરૂપ લઈને આવે છે અને તે સમયે સીતા માતા નું અપહરણ કરી જાય છે જેને કારણે ભગવાન રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થાય છે માતા સીતા ને પરત લાવવા માટે અને તેમાં અંતે સત્ય નો અસત્ય પર વિજય થાય છે અને ભગવાન રામ રાવણ પર વિજય મેળવે છે અને રાવણ નો વધ કરે છે જેથી દશેરા ની ઉજવણી કરવામાં આવે છે.
 
બીજી કથા મુજબ  રાવણનો વધ કરવાના થોડા દિવસ પહેલા દેવી દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. મહિષાસુરે ભગવાન શિવ પાસેથી વરદાન મેળવી સ્વર્ગલોક, ભુલોક અને પાતાળલોક પર વિજય મેળવ્યો હતો. દેવોને સ્વર્ગમાંથી ફેંકી દેવામાં આવ્યા. દેવતાઓ મદદ માટે ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પાસે ગયા પરંતુ ત્રિદેવ પણ મહિષાસુરને હરાવવામાં નિષ્ફળ રહ્યા. પછી ત્રિદેવે પોતાની શક્તિઓથી દેવી દુર્ગાની રચના કરી અને તેમને અસ્ત્ર અને શસ્ત્ર આપ્યા.એવી પણ માન્યતા છે કે દશમીન અરોજ જ માં દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. તેથી તેને વિજયાદશમીના રૂપમાં પણ ઉજવાય છે.
 
પૌરાણિક કથા અનુસાર મહિષાસુર દેવી દુર્ગાથી મોહિત થઈ ગયો હતા અને દેવી દુર્ગા સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. દેવી દુર્ગાએ લગ્ન માટે એક શરત મૂકી હતી કે જો તેઓ તેમને યુદ્ધમાં હરાવે તો લગ્ન માન્ય છે. દેવી દુર્ગા અને મહિષાસુર વચ્ચેનો યુદ્ધ 9 દિવસ સુધી ચાલુ રહ્યો. આ યુદ્ધમાં, 9 મા દિવસે, દેવી દુર્ગાએ મહિષાસુરનો વધ કરીને વિજય મેળવ્યો હતો.
 
દેશભરમાં  જુદા જુદા સ્થાન પર રાવણ દહન થાય છે અને દરેક સ્થાનની પરંપરઓ એકદમ જુદી છે. આ દિવસે શસ્ત્રોની પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસે શમીના ઝાડની પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસે વાહન, ઈલેક્ટ્રોનિક્સ આઈટમ, સોનુ, ઘરેણા નવા વસ્ત્રો વગેરે ખરીદવા શુભ હોય છે. દશેરાના દિવસે નીલકંઠ પક્ષીના દર્શન કરવા અતિ શુભ માનવામાં આવે છે.

જાણો વાહન ખરીદવાનું શુભ મુહુર્ત 




Edited by - Kalyani Deshmukh 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Happy Dussehra Wishes 2023 : આ શુભકામના સંદેશ દ્વારા તમારા મિત્રો અને સંબંધીઓને આપો દશેરાની શુભેચ્છા