Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Diwali 2024 - ઘરમા દિવાળીની સફાઈની શરૂઆત કેવી રીતે કરશો ? જાણી લો ટિપ્સ

diwali safai
, ગુરુવાર, 17 ઑક્ટોબર 2024 (17:49 IST)
diwali safai
દિવાળી આવવાના એક મહિના પહેલા જ ઘરોમાં સાફ સફાઈનુ કામ શરૂ થઈ જાય છે. દેખીતુ છે કે ઘરમાં પેંટથી લઈને એક એક વસ્તુને વ્યવસ્થિત સાફ કરવામાં સમય લાગે છે.  આ દરમિયાન કેટલાક લોકોને દિવાળીની સફાઈનુ ટેંશન પણ થઈ જાય છે.  સૌથી પહેલા તો તેમને એ જ સમજાતુ નથી કે સફાઈની શરૂઆત ક્યાથી કરવી જોઈએ. 
 
જો તમે પણ ક્લીનિંગ કરતા પહેલા આ પ્રકારની ગુંચવણમાં છો તો આ લેખ બિલકુલ તમારે માટે જ છે. ઉલ્લેખનીય છે કે દિવાળીની સફાઈને લઈને અમે કેટલીક ટિપ્સ આપવાના છે. જેની મદદથી તમને ક્લીનિંગ કરવામાં સરળતા રહેવાની સાથે જ એ પણ સમજાય જશે કે ક્યાથી શરૂઆત કરવી જોઈએ. 
 
સૌથી પહેલા કરો આ કામ 
 
દિવાળીની સફાઈની શરૂઆત કરતા પહેલા તમારા આખા ઘરમાંથી એ સામાનને જોઈ લો જે હવે વાપરવા લાયક નથી. કે પછી તૂટી ફુટી ગયો છે. આવા સામાનને એક સ્થાન પર જમા કરી લો. આ ભંગાર વેચવા માટે કામ આવશે અને સાથે જ તેને હટાવવાથી ઘરમાં થોડી જગ્યા ખાલી થશે. સાથે જ તેને સાફ કરવાનુ અને સાચવી મુકવાનુ કામ ઓછુ થશે. 
 
અહીથી કરો શરૂઆત 
 
હવે દિવાળી પર આખા વર્ષની સફાઈ કરવા માટે તમે સૌથી પહેલા સીલિંગ ફૈન અને બારી-દરવાજાની ક્લીનિંગ કરો. આ સાથે જ ઘરની દિવાલો પર લાગેલા જાળા અને ગંદકીને પણ સારી રીતે ક્લીન કરો.  ઉલ્લેખનીય છે કે આ સ્થાન પર લાગેલી ગંદકી અને ધૂળ એકવાર જમીન પર આવી જશે તો તમને વારેઘડીએ ફર્શ ક્લીન નહી કરવી પડે. 
  
કિચન ક્લીનિંગ 
કિચનનો ઉપયોગ તમને રસોઈ બનાવવા માટે સવાર-સાંજ કરવાનો છે. તેથી દિવાળીની સફાઈમાં તેની ક્લીનિંગ જલ્દી કરી લેવી જોઈએ. આવામાં તમે રસોડુ સાફ કરવા માટે બ્લીચિંગ પાવડર અને ડિટર્જેંટનો ઉપયોગ કરી શકો છો.  તેનાથી રસોડાની ટાઈલ્સ અને પ્લેટફોર્મ સહેલાઈથી ચમકી શકશે.  તમે ચાહો તો બેકિંગ સોડા અને વિનેગરનો પણ યુઝ કરી શકો છો. 
 
ઘરના વાસણ અને સામાન કરો સાફ 
 
રસોડાની ક્લીનિંગ કર્યા પછી હવે તમે કાંચના વાસણોને ખૂબ જ સાચવીને સાફ કરો. તેને તમે ગરમ પાણી કે ડિટર્જેંટમાં થોડુ મીઠુ નાખીને ક્લીન કરી શકો છો. આ મિશ્રણમાં એક એક કાંચના વાસણ નાખીને આરામથી સાફ કરો. આ ઉપરાંત ઘરમાં મુકેલો બાકી સામાન પણ ક્લીન કરી લો. 
 
બેડરૂમ અને લિવિંગ રૂમ સાફ કરો 
હવે અંતમાં તમે તમારા બેડરૂમ સાથે જ લિવિંગ રૂમને સારી રીતે સાફ કરી લો. અહી તમે બેડરૂમની બેડશીટ અને પડદાને બદલી નાખો. લીવિંગ રૂમમાં સોફાના કવર બદલવાની સાથે જ ત્યા મુકેલ ડેકોરેટિવ આઈટમ્સને સારી રીતે ક્લીન કરી લો. આ ઉપરાંત ફર્શ ધોઈ શકાય તો ધોઈ લો નહી તો કોઈ સારુ ફર્શ ક્લિનર નાખીને પોતુ લગાવીને ચમકાવી દો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Diwali Date and Muhurat: થઈ ગયુ confirm! 31 ઓક્ટોબરને 2.24 કલાકનુ પ્રદોષ કાળ તે દિવસે ઉજવાશે દીવાળી કાશી વિદ્પ્ત પરિષદનુ અંતિમ નિર્ણય