Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Pushya Nakshatra 2021-પુષ્ય નક્ષત્રમાં સોના કે ચાંદી ખરીદવાથી શું થશે ફાયદો

Pushya Nakshatra 2021-પુષ્ય નક્ષત્રમાં સોના કે ચાંદી ખરીદવાથી શું થશે ફાયદો
, ગુરુવાર, 25 નવેમ્બર 2021 (06:50 IST)
જ્યોતિષ શાસ્ત્રમાં 27 નક્ષત્રમાં આઠમું નક્ષત્ર પુષ્ય હોય છે. જે નક્ષત્રોના રાજા ગણાય છે. આ નક્ષત્રના સ્વામી શનિ છે. જે ચિરસ્થાયિત્વ આપે છે અને આ નક્ષત્રના દેવતા બૃહસ્પતિ છે જેનો કારક સોનું છે. બીજી બાજુ આ નક્ષત્રથી ચાર ચરણ કર્ક રાશિમાં સ્થિત હોય છે. જેના કારણે આ નક્ષત્ર કર્ક રાશિ અને તેના સ્વામી ગ્રહ ચંદ્રમાના પ્રભાવમાં પણ આવે છે આ કારણ છે કે આ દિવસે શનિના મુજબ વાહન બૃહસ્પતિના મુજબ અને ચંદ્રના મુજબ ચાંદી ખરીદવી શુભ અને સ્થાયી ગણાય છે.
 
સોમ પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીની ખરીદી અને નિવેશ લાભકારી ગણાય છે. આ દિવસે સોના કે ચાંદી ખરીદવું શુભ ફળદાયક હોય છે. આ દિવસે ચોપડી, બહીખાતા કે ધાર્મિક વસ્તુઓ પણ ખરીદી શકો છો. તેમજ મંગળને ભૂમિ અને કૃષિનો કારક ગ્રહ ગણાય છે. આ કારણે મંગળ પુષ્ય પર વાહન, મકાન, પ્લાટ કે કૃષિ ધરતી, સજાવટની વસ્તુઓ, સોફા વગેરે ખરીદી કરવું શુભ રહેશે.
 
આ દિવસે ખરીદેલું સોનું કે ચાદી અક્ષય સિદ્ધ થશે અને દરેક બાજુથી તે માણસને લાભ જ મળશે. ઘણી વખત જોવાયું છે કે મુશ્કેલ સમયમાં માણસને તેમનો સોના કે ચાંદીને વેચવું હોય છે. પણ પુષ્ય નક્ષત્રના ખાસ મૂહૂર્ત અને સિદ્ધ યોગમાં ખરીદાયેલું સોનું કે ચાંદી અક્ષય હોય છે. એટલે કે તે સ્થાયી હોય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Guru Pushya Yog 2021: આવતીકાલે ગુરુ પુષ્ય યોગ રચાશે