Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Dhanteras & Lakshmi Pujan - ધનતેરસ પર આ ધાતુ ખરીદવાનુ ભૂલશો નહી, માતા લક્ષ્મીને ખુશ કરવા માટે ખૂબ છે જરૂરી

Deepdan on Dhanteras
, ગુરુવાર, 20 ઑક્ટોબર 2022 (00:21 IST)
dhanteras pooja Vidhi- પાંચ દિવસના દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે. ધનતેરસનો તહેવાર ધનની દેવી માતા લક્ષ્મીના ઉપરાંત યમરાજ અને ભગવાન ધનવંતરીના  પૂજનનો પણ તહેવાર છે. મોટાભાગના  લોકો તેને ખરીદી સુધી જ સીમિત માને  છે અને સમજે છે. આ દિવસે ઘરેણા અને વાસણ ખરીદાય છે એ ઠીક છે પણ સાથે જ  આ દિવસે સમુદ્ર મંથનથી જન્મેલા સ્વાસ્થ્યના દેવતા ધન્વંતરી અને યમરાજનુ  પૂજન નહી કરો તો પછી તહેવાર અધૂરો જ ગણાશે. 
Deepdan on Dhanteras
ધનતેરસ પર જરૂર ખરીદવી આ ધાતુ 
ધનતેરસના દિવસે એશ્વર્યની અધિષ્ઠાત્રી દેવી માતા લક્ષ્મી નિમિત્ત ચાંદીના વાસણ ખરીદાય છે અને તેને  ઘરે લાવીને પંચોપચાર દ્વારા પૂજન કરાય છે. પંચોપચાર એટલે કે શ્રી ગણેશ જી, ભગવાન શંકર, માતા દુર્ગા, ભગવાન વિષ્ણુ અને સૂર્ય ભગવાનની ગંધ, ફૂલો, ધૂપ, દીવા અને ભોગથી પૂજન કરાય છે કે ધનતેરસના દિવસે ચાંદીથી બનેલા વાસણ કે વસ્તુ ખરીદવાથી માતા લક્ષ્મી ત્યાં પ્રસન્ન થઈને ચિરકાલ સુધી સ્થિર રહે છે કારણ કે ચાંદીમાં લક્ષ્મીજીનો વાસ હોય છે. તેથી ચાંદીની વસ્તુ ખરીદવાનું  ખાસ મહત્વ છે. ચાંદીના સિવાય સ્વર્ણાભૂષણ પણ ખરીદી શકાય છે. 
 
Deepdan on Dhanteras

ન ભૂલવું યમરાજનુ  પૂજન 
ધનતેરસના દિવસે પૂરા વિધિ-વિધાનથી યમરાજનુ  પણ પૂજન કરાય છે. આ દિવસે વ્રત રાખવાના પણ મહાત્મય છે. સંધ્યાકાળમાં ઘરના મુખ્ય દ્વાર પર લોટનો ચારમુખી દીવો પ્રગટાવવા જોઈએ. ઘરના દક્ષિણ ભાગમાં દક્ષિણાભિમુખ થઈને દીપદાન કરવા જોઈએ.  ધનતેરસના દિવસે યમરાજને પ્રસન્ન કરવા માટે યમુના નદીમાં સ્નાન પણ કરાય છે. 
Deepdan on Dhanteras
યમુના સ્નાન કરી દીપદાન 
યમુના સ્નાન કરી દીપદાન કરનારાની ક્યારે પણ અકાલ મૃત્યુ નહી થાય છે  જે લોકો યમુયનાજીમાં સ્નાન નથી કરી શકતા તે ઘરમાં જ યમુનાજીને યાદ કરતા સ્નાન કરવુ યમરાજ અને દેવી યમુના બન્ને સૂર્યદેવની સંતાન છે. આ કારણે બન્ને ભાઈ બેનમાં અગાધ પ્રેમ છે. યમુનાજીની આરાધના કરનારાથી યમરાજ પ્રસન્ન થાય છે. ચિંતાથી મુક્તિ પણ એક પ્રકારનો ધન છે. તેથી અકાળ મૃત્યુનું નિવારણ થવા પણ કોઈ મોટી સમૃદ્ધિથી ઓછા નથી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિવાળીના પાંચ દિવસના શુભ મૂહૂર્ત - વાધબારસ થી લઈને લાભ પાંચમ સુધી જાણી લો શુભ મૂહૂર્ત