હિન્દુ ધર્મમાં શંખનુ ખૂબ મહત્વ છે. આ મુખ્ય રૂપે બે પ્રકારના હોય છે. એક દક્ષિણાવર્તી અને બીજો વામાવર્ત. તેમા જે દક્ષિણની તરફ ખુલે છે. તેને તંત્ર સાક્ષાત લક્ષ્મીજીનુ સ્વરૂપ માને છે. તેના વિશે માન્યતા છે કે આ શંખ મંત્ર સિદ્ધ ન થાય છતા પણ તેને ઘરમાં મુકવાથી દરેક પ્રકારનો અભાવ ખતમ થઈ જાય છે.
આ ધનતેરસ પર ઘરે લાવો લક્ષ્મીજીને પ્રિય એક વસ્તુ, થશે આ 9 ફાયદા..
1. આ શંખમાં પાણી ભરીને પૂજા સ્થાન પર મુકો તેને ઘરમાં છાંટો.. નકારાત્મકતા ખતમ થશે.
2. શંખમાં જળ ભરીને મહાલક્ષ્મીનુ પૂજન કરવાથી ઘરમાં બરકત રહે છે.
3. આ શંખને ઘરના પૂજા સ્થાનમાં મુકવાથી દરેક સંકટ દૂર થાય છે.
4. જો આ શંખ સામે રોજ અગરબત્તી લગાવવામાં આવે તો યશ અને પ્રસિદ્ધિ વધે છે.
5. દિવાળીના દિવસે પૂજા કર્યા પછી આ શંખને તિજોરીમાં મુકવાથી ઘરમાં અક્ષય ધન આવે છે.
6. પૂજન પછી રોજ આ શંખમાં દૂધ ભરીને જો વાંઝણી સ્ત્રી પીવે તો તેને સંતાન સુખ મળે છે.
7. રોજ પૂજા સમયે તેમા જળ ભરીને મુકો અને આ જળને પીવો. તમારી અંદર ચમત્કારી આકર્ષણ ઉત્પન્ન થશે.
8. શંખનુ પૂજન અત્તર અને ગુલાલથી કરો. તેની સામે નૈવેદ્ય મુકો અને શ્રી સુક્તનો પાઠ કરો.
9. દિપાવલીના દિવસે શંખનુ પૂજન કરી શ્રી સુક્ત શ્લોકો દ્વારા આહુતિ આપવાથી ઘરમાં સ્થાઈ લક્ષ્મીનો નિવાસ થાય છે.