Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધનતેરસના દિવસે રાશિ મુજબ આટલુ કરો અને ધનલાભ મેળવો

ધનતેરસ
કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીની તિથિના રોજ ધનતેરસનો તહેવાર ઉજવાય છે. આ દિવસથી દિવાળી શરૂ થઈ જાય છે. આ તહેવાર પર ભગવાન ધન્વનંતરિની પૂજા કરવામાં આવે છે. આ વખતે આ તહેવાર 1 નવેમ્બર શુક્રવારના રોજ છે. તંત્ર શાસ્ત્ર મુજબ જો આ દિવસે રાશિ મુજબ કેટલાક વિશેષ તાંત્રિક ઉપાયો કરવામાં આવે તો સાધકને ધન લાભ થાય છે. આ ઉપાયો ખૂબ જ ચમત્કારી છે. 
ધનતેરસ

મેષ - જો તમે ધનતેરસના દિવસે સાંજે ઘરના મુખ્ય દરવાજા પર તેલના દિવામાં બે કાળા ગુંજા નાખશો તો વર્ષભર આર્થિક અનુકૂળતા કાયમ રહેશે. તમારુ ઉધાર આપેલ ધન પણ પરત મળી જશે.

વૃષભ - જો તમારુ સંચય કરેલુ ધન સતત ખર્ચ થઈ રહ્યુ છે તો ધનતેરસના દિવસે પીપળના પાંચ પાન લઈને તેમને પીળા ચંદનમાં રંગીને વહેતા પાણીમાં છોડી દો.

મિથુન - વડ પરથી પાંચ ફળ લાવીને તેને લાલ ચંદનમાં રંગીને નવા લાલ વસ્ત્રમાં કેટલાક સિક્કા સાથે બાંધીને તમારા ઘર કે દુકાનની કોઈ ખીલ પર લટકાવી દો.


ધનતેરસ
P.R
કર્ક - જો તમને અચાનક ધન લાભ થાય એવી આશા છે તો ધનતેરસના દિવસે સાંજે પીપળાના ઝાડ નિકટ તેલનો પંચ મુખી દિવો લગાવો.

સિંહ - જો તમને બીઝનેસમાં વારેઘડીએ નુકશાન થઈ રહ્યુ છે કે ઘરમાં બરકત નથી રહેતી તો ધનતેરસના દિવસે ગાયને રોજ ચારો નાખવાનો નિયમ બનાવી લો.

કન્યા - જો જીવનમાં આર્થિક સ્થિરતા નથી તો ધનતેરસના દિવસે બે કમલગટ્ટા લઈને તે માતા લક્ષ્મીના મંદિરમાં અર્પિત કરો.

તુલા - જો તમે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો તો સાંજે લક્ષ્મીજીના મંદિરમાં નારિયળ ચઢાવો.

વૃશ્ચિક - જો તમે સતત કર્જમાં ડૂબેલા છો તો ધનતેરસના દિવસે સ્મસાનના કુવાનુ પાણી લાવીને કોઈ પીપળા વૃક્ષ પર ચઢાવો.

ધન - ધનતેરસના દિવસે ગુલેરના અગિયાર પાનને દોરા સાથે બાંધીને જો કોઈ વડ વૃક્ષ પર બાંધી દેવામાં આવે તો તમારી આર્થિક સ્થિતિ સુદ્દઢ થશે.

મકર : જો તમે આર્થિક સમસ્યાથી પરેશાન છો તો પણ અવરોધ આવી રહ્યા છે તો આકની કપાસનો દીવો સાંજે કોઈ ત્રણ રસ્તા પર મુકવાથી તમને ધનલાભ થશે.

કુંભ - જીવન સ્થાયી સુખ સમૃદ્ધિ માટે દરેક ધનતેરસની રાત્રે પૂજા કરવાના સ્થાન પર જ રાત્રિ જાગરણ કરવુ જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધનતેરસ - ધનતેરસ પર શા માટે ખરીદાય છે વાસણ ?