Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Dhanteras & Lakshmi Pujan 2022: ધનતેરસ પર આ રીતે કરવી ભગવાન ધનવંતરીની પૂજા, ઘરમાં નહી થશે ક્યારે પૈસાની કમી

Dhanteras & Lakshmi Pujan 2022: ધનતેરસ પર આ રીતે કરવી ભગવાન ધનવંતરીની પૂજા, ઘરમાં નહી થશે ક્યારે પૈસાની કમી
, સોમવાર, 17 ઑક્ટોબર 2022 (17:24 IST)
Dhanteras 2022 Puja Vidhi: આ વખતે ધનતેરસનો તહેવાર 23 ઓક્ટોબર 2022ને ઉજવાશે. આ દિવસે લોકો ખૂબ ખરીદી કરે છે. એવી માન્યતા છે કે આ દિવસે ખરીદી કરવી ખૂબ શુભ ગણાય છે અને આવુ કરવાથી ઘરમાં બરકત પણ આવે છે. આ દિવસે ભગવાન ધનવંતરીની પૂજા કરાય છે. તેની સાથે જ કુબેર, લક્ષ્મી ગણેશ અને યમની પૂજા પણ કરાય છે. પણ પૂજા કરવાના દરમિયાન પણ સાચી વિધિ થવી ખૂબ જરૂરી છે. નહી તો ફળ નથી મળે છે. તેથી આવો જાણીએ ઘરમાં ધનતેરસના દિવસે 
 
પૂજા કરવાની સાચી રીત શુ છે? 
 
પૂજા કરતા સમયે ઈશાન ખૂણાની તરફ મોઢું 
સૌથી પહેલા ધનતેરસના દિવસે સવારે જલ્દી ઉઠીને નહાઈને પૂજાની તૈયારી કરવી. ઘરમાં પૂજાની જગ્યા ઈશાન ખૂણામાં જ બનાવવી. પૂજાના સમયે શ્રદ્ધાળુઓનો મોઢુ ઈશાન પૂર્વ કે ઉત્તર દિશાની તરફ હોવુ જોઈએ. પૂજાના હિસાબે આ દિશા ખૂબ ઉત્તમ ગણાય છે. 
 
પંચદેવની સ્થાપના 
પૂજાના દરમિયાન પંચદેવની એટલે કે ભગવાન ગણેશ, માતા દુર્ગા, ભગવાન શિવ, સૂર્યદેવની સ્થાપના કરવી. પંચદેવને સ્થાપિત કર્યા પછી પરિવારના બધા લોકો એકત્રિત થાય અને એક સાથે પૂજા કરવી. આવુ કરવાથી શુભ ફળની જલ્દી પ્રાપ્તિ થાય છે. 
 
16 ક્રિયાઓની પૂજા 
ભગવાન ધનવંતરિની 16 ક્રિયાઓથી પૂજા કરવી જોઈએ. પૂજાની સમાપ્તિ પર સાંગતા સિદ્ધિ માટે દક્ષિણા જરૂર ચઢાવવી. તે પછી ભગવાન ધનવંતરીની સામે ધૂપ, દીપ હળદર કંકુ, ચંદન, ચોખા અને ફૂલ ચઢાવીને તેમના મંત્રનો ઉચ્ચારણ કરતા જાપ કરવા જોઈએ. 
 
પ્રસાદ કે ભોગ 
પૂજા પૂરી થયા પછી પ્રસાદ કે ભોગ જરૂર ચઢાવવું. ધ્યાન રાખો કે ભોગમાં મીઠું, મરચુ, તેલનો ઉપયોગ ન કરવુ. દરેક ભોગમાં એક તુલસીનો પાન જરૂર રાખવુ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vagh Baras 2022 - વાઘબારસ - સરસ્વતી માતાની આરાધના અને ગાયનુ પૂજન કરવાનો મહિમા