Publish Date: Fri, 13 Nov 2026 (12:42 IST)
Updated Date: Fri, 13 Nov 2026 (13:10 IST)
બિહારના મઘેપુરામાં એક યુવકની કરંટ લગાવીને હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. હત્યાનો આરોપ તેની પત્ની પર લાગ્યો છે. પોલીસે ઘટનાના 24 કલાકની અંદર મમલાનો ખુલાસો કરતા પત્ની ગુંજન કુમારીની ધરપકડ કરીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે. પોલીસ પૂછપરછમાં પત્નીએ પતિને કરંટ આપીને મારવાની વાત સ્વીકારી. મૃતકના પિતા ઠાકુર મુખિયાની અરજી પર એફઆઈઆર નોંઘવામાં આવી છે.
પત્નીને કરંટ આપીને પતિને માર્યો
આ મમલો બિહારીગંજ પોલીસ મથક ક્ષેત્રની સરૌની કલા પંચાયત વોર્ડ 9 ની છે. મૃતકની પત્ની ગૂંજને પૂછપરછમાં બતાવ્યુ કે તેનો પતિ નંદકિશોર મુખિયા (26) દારૂનો વ્યસની હતો. તે રોજ નશાની હાલતમાં ઘરે આવતો અને તેની સાથે મારપીટ કરતો અને તેની સાથે દુર્વ્યવ્હાર કરતો હતો. લગ્ન પછીથી જ પતિની માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને તેણે પતિની હત્યાનુ ષડયંત્ર રચ્યુ.
હત્યાને દુર્ઘટના બતાવવા રચ્યુ ષડયંત્ર
મંગળવારે રાત્રે, નંદકિશોર દારૂ પીને મેળામાં ગયો હતો. રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ ઘરે પાછો ફર્યો, તે તેના પિતા પાસે દરવાજા પર જ સૂઈ ગયો. લગભગ 3 વાગ્યાની આસપાસ, તેની પત્નીએ તેને જગાડ્યો અને તેને ઘરની અંદર લઈ ગઈ. પોલીસનું કહેવું છે કે નંદકિશોરે દારૂના નશામાં તેની પત્ની સાથે મારપીટ કરી હતી. જ્યારે નંદકિશોર બેભાન થવા લાગ્યો ત્યારે તેની પત્નીએ તેને વીજ કરંટ આપ્યો, જેના પરિણામે તેનું મોત થયું.
મૃતકના હાથ અને ગળા પર બળવાના નિશાન
હત્યા બાદ, પત્નીએ પતિની બોડીને ઘરના દરવાજા પાસે મૂકી દીધી હતી જેથી તે કુદરતી મોત જેવી લાગે. બુધવારે સવારે દરવાજા પાસે નંદકિશોરનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં સનસનાટી મચી ગઈ. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘટનાસ્થળે તપાસ કરતાં બળી ગયેલો તાંબાનો તાર મળી આવ્યો. મૃતકના હાથ અને ગળા પર પણ દાઝી ગયેલા નિશાન મળી આવ્યા. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી હતી. ટીમે ઘટનાસ્થળેથી વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કર્યા.
પોલીસ પૂછપરછ દરમિયાન પત્નીએ ગુનો કબૂલ્યો.
એસડીપીઓ પવન કુમાર સિંહે પણ ઘટનાસ્થળે નિરીક્ષણ કર્યું. પ્રારંભિક પુરાવાના આધારે, તેમને વીજ કરંટ લાગવાની શંકા હતી. ત્યારબાદ, પોલીસે મૃતકની પત્નીની અટકાયત કરી અને પૂછપરછ કરી. પોલીસનો દાવો છે કે ઘટનાસ્થળે મળેલા પૂછપરછ અને પુરાવાના આધારે, હત્યાનો રહસ્ય ઉકેલાઈ ગયો છે. ગુંજનની ધરપકડ કરવામાં આવી છે અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. મૃતક, નંદકિશોર મુખિયા, પાંચ ભાઈઓમાં સૌથી નાનો હતો. તેને 5 વર્ષની પુત્રી અને 3 વર્ષનો પુત્ર છે.