Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Surat Crime - સુરતમાં પ્રેમલગ્નનો કરૂણ અંજામ, પિતરાઇ ભાઈએ બહેનને ચપ્પુથી વિંઝી નાંખી

surat crime news
, મંગળવાર, 27 જૂન 2023 (12:10 IST)
surat crime news
સુરતના લિંબાયતમાંથી પ્રેમ લગ્નનો કરુણ અંજામ સામે આવ્યું છે. પરિવારની વિરુદ્ધમાં યુવતીએ પ્રેમી સાથે કોર્ટમેરેજ કરી લીધા બાદ યુવકના પરિવાર દ્વારા બંનેના વિધિવત લગ્ન કરાવાઈ રહ્યા હતા. આ દરમિયાન લગ્નના એક દિવસ પહેલા હલદીની વિધિમાં યુવતીનો પિતરાઈ ભાઈ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેની બહેન પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. જેને લઇ યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાય તે પહેલાં જ તે મોતને ભેટી હતી. તો બીજી તરફ હુમલો કરનાર તેના પિતરાઈ ભાઈને સ્થાનિકો દ્વારા પકડી પોલીસની હવાલે કર્યો હતો.

ઘટના અંગે લિંબાયત પોલીસને જાણ થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સુરતના લિંબાયત વિસ્તારના આરડી ફાટક પાસે આવેલ રામેશ્વર સોસાયટીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં લગ્નમંડપમાં દુલ્હનના પિતરાઈ ભાઈએ જ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની બહેનની હત્યા કરી દેવામાં આવી હતી. લિંબાયતના રામેશ્વર સોસાયટીના ફ્લેટ નંબર 153 ખાતે રહેતો જીતેન્દ્ર ધાગાજી મહાજન કલ્યાણી પાટીલ નામની યુવતી સાથે લગ્ન થઈ રહ્યા હતા. યુવક-યુવતીના લગ્નની વિધિ ચાલી રહી હતી. આજરોજને મંગળવારે બંનેના લગ્ન થવા જઈ રહ્યા હતા અને તેની આગલી રાત્રે એટલે કે સોમવારે દુલ્હા-દુલ્હનની હલદીની વિધિ ચાલી રહી હતી. આ દરમિયાન દુલ્હન કલ્યાણી પાટીલનો પિતરાઈ ભાઈ મોનું પાટીલ ત્યાં આવીને તેની પિતરાઈ બહેન પર ચપ્પુ વડે હુમલો કરી હત્યા નીપજાવી હતી.આ ઘટનાની મળતી વિગત મુજબ છોકરો મહાજન સમાજનો છે અને યુવતી પાટીલ સમાજની છે. બંનેના પરિવાર લિંબાયતમાં જ રહે છે. દરમિયાન બંને છેલ્લા ઘણા સમયથી પ્રેમ કરતા હતા. જો કે, યુવતીના પરિવારજનો આ પ્રેમ સંબંધની વિરુદ્ધ હતા. જેને લઇ જીતેન્દ્ર અને કલ્યાણીએ એકાદ મહિના પહેલા કોર્ટ મેરેજ કરી લીધા હતા. જો કે, કોર્ટ મેરેજના એક મહિનો વીતી ગયો હોવાથી યુવક-યુવતીના વિધિવત લગ્ન કરવાનું નક્કી કરાયું હતું. બંને જણા વિધિવત લગ્નના બંધનમાં જોડાઈ તે પહેલા જ યુવતી કલ્યાણી પાટીલના પિતરાઈ ભાઈ મોનું પાટીલે મંડપમાં જ હુમલો કરી તેની બહેનની હત્યા કરી નાખતા પરિવારની મરજી વિરુદ્ધથી થતા પ્રેમ લગ્નનો કરુણ અંજામ જોવા મળ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

PM મોદીએ 5 વંદે ભારત ટ્રેનોને આપ્યુ ગ્રીન સિગ્નલ, ટ્રેનમાં વિદ્યાર્થેઓએ સાથે કરી વાતચીત