Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નશામાં ધૂત હેડમાસ્ટરે 35 બાળકોને શાળામાં બંધ કરી ગેટને તાળું માર્યું, શિક્ષણ વિભાગે લીધો મોટો એક્શન

Odisha News
ઓડિશાના કેન્દ્રાપડા જિલ્લામાં એક સરકારી શાળાના હેડમાસ્ટરની બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપ છે કે હેડમાસ્ટરે દારૂના નશામાં શાળાના મુખ્ય ગેટને બહારથી તાળું મારી દીધું હતું. આ સમયે શાળાની અંદર ધોરણ 1થી 5માં ભણતા આશરે 35 બાળકો હાજર હતા. બાળકોને શાળાની અંદર બંધ કર્યા બાદ હેડમાસ્ટર પોતે જ ઊંઘી ગયો હતો.
આ ઘટના ડેરાબિશ બ્લોકની કુરુજંગા ગ્રામ પંચાયત હેઠળ આવેલી અંબુરા સરકારી પ્રાથમિક શાળાની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આરોપી હેડમાસ્ટરની ઓળખ સુનાકર નાયક તરીકે થઈ છે.

બીજો શિક્ષક રજા પર હતો, હેડમાસ્ટર એકલો જ હતો

મળતી માહિતી પ્રમાણે આ પ્રાથમિક શાળામાં કુલ 35 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને બે શિક્ષકો ફરજ બજાવે છે. ઘટના સમયે બીજો શિક્ષક રજા પર હોવાથી શાળાના વિદ્યાર્થીઓ અને સમગ્ર વ્યવસ્થાની જવાબદારી હેડમાસ્ટર સુનાકર નાયક પર હતી.
આરોપ છે કે ફરજ દરમિયાન હેડમાસ્ટરે કથિત રીતે દારૂનું સેવન કર્યું અને ભોજન કર્યા બાદ શાળાના મુખ્ય દરવાજાને બહારથી બંધ કરીને તાળું મારી દીધું. ત્યારબાદ તે ઊંઘી ગયો હતો. બાળકો શાળાની અંદર બંધ હોવાની જાણ થતાં મામલો ગંભીર બન્યો હતો.

તપાસ બાદ હેડમાસ્ટર સસ્પેન્ડ

ઘટના સામે આવ્યા બાદ શિક્ષણ વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. ડેરાબિશ બ્લોક શિક્ષણ અધિકારી (BEO) મદન મોહન કર શાળાએ પહોંચ્યા અને સમગ્ર મામલાની તપાસ કરી હતી.
 
તપાસ દરમિયાન હેડમાસ્ટર અગાઉ પણ નશાની હાલતમાં શાળામાં આવતો હોવાની ફરિયાદો સામે આવી હોવાનું જણાવાયું છે. તપાસમાં બાળકોની સુરક્ષા સાથે ગંભીર બેદરકારી અને શિક્ષક તરીકેની ફરજમાં બેદરકારીના આરોપો સાચા જણાયા બાદ શિક્ષણ વિભાગે સુનાકર નાયકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો હતો.
 
આ ઘટનાએ શાળામાં બાળકોની સુરક્ષા અને શિક્ષકોની જવાબદારીને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

BRICS સમિટનો કહેર! દિલ્હીની હોટલોમાં એક રાતનું ભાડું 1.30 લાખથી 13 લાખ સુધી પહોંચ્યું