- પહેલા સાથે ભણતા હતા નેહા અને ફૈયાજ, હતી મૈત્રી
- ફૈય્યાજે મૈત્રીથી આગળ જઈને નેહાને કર્યુ પ્રપોઝ
- નેહાએ પ્રેમથી કર્યો ઈંકાર અને ફૈયાજથી રહેવા લાગી દૂર
- અનેકવાર ફયાજે કર્યુ પ્રપોઝ, નેહાના ઘરના લોકોએ કરી ફરિયાદ
- નેહાના ઘરના લોકોએ પણ ફૈય્યાજને સમજાવ્યો હતો
કર્ણાટકમાં એક હેરાન કરનારી ઘટના સામે આવી છે. પોતાના વારેઘડીએના પ્રસ્તાવ ઠુકરાવી દેવાથી નારાજ 24 વર્ષના એક યુવકે એક વિદ્યાર્થીંનીની હત્યા કરી નકહી. યુવતી કેએલઈ ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં એમસીએની વિદ્યાર્થીની હતી. નવાઈની વાત તો એ છે કે ઘટના કોઈ સૂમસામ વિસ્તારમાં નહી પણ કોલેજના બીવીબી પરિસરના કોરિડોરમાં થઈ. ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડોયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા દેખાય રહ્યુ છે કે ફૈય્યાજ કેવી રીતે ચપ્પુ લઈને ત્યાથી નીકળી રહેલ વિદ્યાર્થીની પર અટેક કરી રહ્યો છે. ગંભીર રૂપથી ઘાયલ વિદ્યાર્થીનીને કૈપસથી 2 કિલોમીટર દૂર KIMS હોસ્પિટલમાં લઈ જવામાં આવી. પણ રસ્તામાં જ તેના પ્રાણ પંખેરુ ઉડી ગયા. આ કેસમાં બીજી ચોંકાવનારી વાત એ છે કે આ છોકરો આ કોલેજમાં ભણતો ન હતો પરંતુ તેણે કોલેજની અંદર આવીને આટલી મોટી ઘટનાને અંજામ આપ્યો હતો.
નેહા છેલ્લા કેટલાક દિવસોથી બીમાર
વિદ્યાર્થીની ઓળખ નેહા હિરેમથ તરીકે થઈ છે. નેહા કોંગ્રેસના કાઉન્સિલર નિરંજન હિરેમઠની પુત્રી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ચોકરો ફૈયાઝ કોંડિકપ્પા બેલાગવી જિલ્લાના સાવદત્તીનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર, નેહા બે મહિનાથી કોલેજ જઈ શકી ન હતી કારણ કે તે ટાઇફોઈડથી સ્વસ્થ થઈ રહી હતી અને ગુરુવારે પરીક્ષા આપવા કોલેજ આવી હતી.
નેહા છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતી
વિદ્યાર્થીની ઓળખ નેહા હિરેમથ તરીકે થઈ છે. નેહા કોંગ્રેસના કાઉન્સિલર નિરંજન હિરેમઠની પુત્રી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે છોકરો ફૈયાઝ કોંડિકોપ્પા બેલાગવી જિલ્લાના સાવદત્તીનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર, નેહા બે મહિનાથી કોલેજ જઈ શકી ન હતી કારણ કે તે ટાઇફોઈડથી સ્વસ્થ થઈ રહી હતી અને ગુરુવારે પરીક્ષા આપવા માટે કોલેજ આવી હતી.