ઉત્તર પ્રદેશના પીલીભીતમાં લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. અહી આરોપીએ નામ બદલીને યુવતીને પોતાના પ્રેમજાળમાં ફસાવી અને તેની સાથે દુષ્કર્મ કરી તેનો વીડિયો પણ બનાવી લીધો. ત્યારબાદ આરોપી યુવક યુવતી સથે દુષ્કર્મ કરતો રહ્યો. અંતમાં તેને એક દિવસ પોતાનુ અસલી નામ બતાવ્યુ અને યુવતીને સાથે લઈ જવા લાગ્યો. ત્યારબાદ યુવતીએ બૂમાબૂમ કરી તો તે ભાગી ગયો અને મામલાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી.
પીલીભીતમાં પોલીસે પ્રેમિકાને મળવા પહોચેલા એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે જેણે પોતાનો ધર્મ છુપાવીને અને નામ બદલીને પહેલા યુવતીને પોતાના પ્રેમજાળમાં ફસાવ્વી અને પછી તેની સાથે દુષ્કર્મ કરી તેનો અશ્લીલ વીડિયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ કર્યુ અને પીલીભીટ દશહરા મેળામાં પહોચીને બળજબરીથી યુવતીનુ ધર્મ પરિવર્તન કરાવીને તેને મુસ્લિમ ધર્મ અપનાવવાની જીદ કરવા લાગ્યો. ત્યારબાદ યુવતીએ પોતાના પરિવારજનોની સાથે આખા મામલાની સૂચના પોલીસને આપી. હાલ પોલીસે જાવેદમાંથી રાહુલ બનેલ આરોપીની ધરપકડ કરી ગંભીર ધારાઓમાં કેસ નોંધીને જેલ ભેગો કર્યો.
રાહુલ નામથી બનાવી આઈડી
પીલીભીતના સુનગઢી પોલીસ મથક ક્ષેત્રની રહેનારી એક યુવતીએ પોલીસને ફરિયાદ પત્ર આપીને જણાવ્યુ કે થોડા દિવસ પહેલા સોશિયલ સાઈટ પર તેમની મૈત્રી એસએલ રાહુલ નામની આઈડીના વ્યક્તિ સાથે થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને તેનો અશ્લીલ વીડિયો પણ બઅનવી લીધો અને ત્યારબાદ એસ એલ રાહુલે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને અનેકવાર યુવતી સાથે બળજબરી દુષ્કર્મ કર્યુ.
વીડિયો વાયરલ કરવાની ધમકી
13 ઓક્ટોબરના રોજ આરોપી રાહુલ દશેરા મેળામાં યુવતીને મળવા માટે લઈ આવ્યો અને બળજબરીપૂર્વક તેને પોતાની સાથે લઈ જવા લાગ્યો. યુવતીએ જ્યારે વિરોધ કર્યો તો તેણે યુવતીને માર માર્યો અને તેનો જીવ લેવાના ઉદ્દેશ્યથી તેનુ ગળુ દબાવી દીધુ અને ત્યારે તેણે જણાવ્યુ કે મારુ અસલે નામ જાવેદ છે. હુ મુસ્લિમ ધર્મનો છુ. તારે મારી સાથે આવવુ પડશે અને મુસ્લિમ ધર્મ સ્વીકાર કરવો પડહે નહી તો હુ તારો ફોટો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દઈશ. તને ચેનથી જીવવા નહી દઉ.
લોકોની મદદથી બચી પીડિતા
ઝગડાનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળ પર પહોચી ગયા. મામલો તૂલ પકડતો જોઈને આરોપી જાવેદ ત્યાથી ભાગી ગયો. જ્યારબાદ યુવતીએ સમગ્ર ઘટનાની માહિતી પોતાના ઘરે જઈને પરિવારજનોને આપી. જ્યારબાદ પરિજનો સાથે પોલીસ સ્ટેશન પહોચેલી પીડિતાએ સમગ્ર મામલાની પોલીસને લેખિત ફરિયાદ આપી. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ સંગીન ધારાઓમાં કેસ નોંધીને આરોપીને જેલ ભેગો કર્યો છે.