Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

રાજકોટમાં માતા-પિતા ધાર્મિક પ્રસંગમાં જમવા ગયા અને પાછળથી 10 વર્ષની બાળકીએ બાળકીએ ગેળફાંસો ખાઇ લીધો

રાજકોટમાં માતા-પિતા ધાર્મિક પ્રસંગમાં જમવા ગયા અને પાછળથી 10 વર્ષની બાળકીએ બાળકીએ ગેળફાંસો ખાઇ લીધો
, સોમવાર, 13 ડિસેમ્બર 2021 (15:30 IST)
અપરાધોના કિસ્સાઓ પ્રકાશિત કરતી ટીવી સીરીયલના કારણે રાજકોટમાં ધો.5માં ભણતી 10 વર્ષની એક બાળકીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. રાજકોટ શહેરના રામનાથપરા નજીક રહેતી અને ધો. 5માં અભ્યાસ કરતી માત્ર દસ વર્ષની બાળકીએ ગઇકાલે બપોરે ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા તેના પરિવારજનો આઘાતથી સ્તબ્ધ થઈ ગયા હતા. આ અંગે તેની પિતરાઇ બહેને જણાવ્યું હતું કે, બહેન ટીવી પર ક્રાઇમ પટ્રોલ અને સાવધાન ઇન્ડિયા નામની સિરીયલ જોતી હતી. આથી તેમાંથી આપઘાત કરવાનું શીખી હશે.   બાળકીના પરિવારજનોએ જણાવ્યું હતું કે, ગઇકાલે ધાર્મિક પ્રસંગમાં માતા-પિતા જમવા ગયા તે સમયે બંને પિતરાઈ બહેનો ઘરે એકલી હતી. આ સમયે મોટી બહેન નીચે હતી અને નાની બહેન ઉપરના રૂમમાં એકલી હતી. આ સમયે નાની બહેને હુકમાં દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. બાળકીએ પ્રથમ સોફા પર ઉભા રહી અને આત્મહત્યા કરવા કોશિશ કરી હતી. પરંતુ તેમાં જીવ ન જતા તેણે સેટી પર ખુરશી મૂકી હૂક સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી હતી.  મૃતક બાળકીની પિતરાઈ બહેને જણાવ્યું હતું કે, બહેન રોજ ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા જેવી ટીવી સિરિયલ જોવાની ટેવ ધરાવતી હતી. આ જોઈને તેને આપઘાત કરવાનું શીખી હોય તેવું લાગી રહ્યું છે. શા કારણે આપઘાત કર્યો એ હજુ સુધી સમજી શકાતું નથી. હાલ બાળકીના આપઘાતથી પરિવાર સ્તબ્ધ થઇ ગયો છે.  બીજી તરફ પોલીસે જણાવ્યું કે, બાળકી બે બહેન અને એક ભાઈમાં સૌથી મોટી હતી. તેના પિતા કડીયા કામની મજૂરી કરે છે. ગઇકાલે સવારે પરિવારના સભ્યો નાનામવા ચોકડી પાસે સંબંધીને ત્યાં નૈવેદ્ય પ્રસંગમાં જવા નીકળ્યા હતા. ત્યારે બાળકીએ સાથે આવવાની ના પાડી હતી. તે એકલી ઘરે રોકાઈ ગઈ હતી. પરિવારના સભ્યો જતા રહ્યા બાદ પાછળથી તેણે રૂમમાં હૂકમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.  બપોરે પરિવારના સભ્યોએ પરત આવી ઘણી વખત દરવાજો ખટખટાવ્યો છતાં નહીં ખોલતા પાછળના ભાગે જઈ બારીમાંથી જોતા પુત્રી લટકતી જોવા મળી હતી. જેને કારણે દરવાજો તોડી તેને બહાર કાઢી તત્કાળ ગુંદાવાડીમાં આવેલી સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. 30 નવેમ્બરના રોજ રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા GIDC પાછળ ચંપલ બનાવવાની ક્લાસિક પોલિમસ ફેક્ટરીમાં કામ કરતા આગ્રાના રહેવાસી બે સગા ભાઇઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં બનાવ હત્યા સુધી પહોંચી ગયો હતો, જેમાં હત્યારા સાવન શ્રીનિવાસે તેના જ મોટા ભાઇ પવન શ્રીનિવાસને માથાના ભાગે બેટ મારી હત્યા નીપજાવી હતી. બનાવની જાણ થતાં એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. નાના ભાઈએ જ મોટા ભાઈની હત્યા કરી હોવાનું માલૂમ થતાં પોલીસે હત્યારા સાવનને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, સાવન ક્રાઇમ પેટ્રોલ જોવાની ટેવ ધરાવતો હોય તેમાંથી હત્યા કરવાનું શીખ્યો હોવાનું સામે આવ્યું હતું. જોકે પોલીસે હત્યારા સાવનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આવતીકાલથી આગામી 4 દિવસ સુધી ઠંડી વધશે, આબુના રસ્તાઓ પર બરફના પડ જામી જતા પ્રવાસી ઝૂમી ઉઠ્યાં