rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નાગપુરમાં 4 વર્ષના પૌત્રએ રંગ ઉડાવ્યો તો નાનીએ માસુમ પર નાખ્યુ ઉકળતુ પાણી, CCTV માં કેદ થઈ ખતરનાક ઘટના

nagpur crime news
nagpur crime news
 
નાગપુરમા એક વૃદ્ધ મહિલાએ પોતાના જ 4 વર્ષના માસુમ પૌત્ર પર માત્ર એ કારણે ગરમ પાણી નાખી દીધુ, કારણ કે બાળકે રમત-રમતમાં તેના પર રંગ નાખી દીધો હતો. આ અમાનવીય કૃત્યનો સીસીટીવી (CCTV) ફુટેજ સોશિયલ મીડિયા પર હવે વાયરલ થઈ રહ્યો છે. મામલો નાગપુર જીલ્લાના કોરાડી વિસ્તારનો છે. 

રમત રમતમાં બની ખતરનાક ઘટના 

 
મળતી માહિતી મુજબ 4 વર્ષીય માસૂમ ઓમ હરીશ વાંગે ઘરની બહાર પોતાની પિચકારીથી હોળી રમી રહ્યો હતો. આ દરમિયાન તેની નાની, સિંધૂ ઠાકરે હોળીની લાકડીઓ પર  ગરમ કરેલુ પાણી ડોલ ભરીને લઈ જઈ રહી હતી. માસૂમ ઓમ એ પોતાની પિચકારીથી નાની પર થોડો રંગ નાખી દીધો.  
 
રંગ નાખતા જ નાની એટલી આગબબૂલા થઈ ગઈ કે તેણે પોતાનો ગુસ્સા પરનો કંટ્રોલ ગુમાવી દીધો અને હાથમાં પકડેલી ઉકળતા પાણીની ડોલ માસુમ બાળક પર ઉથેલી દીધી.  

માસૂમ બાળક 45% દાઝી ગયુ 

ઉકળતું પાણી તેના શરીર પર પડતાની સાથે જ ઓમ ચીસો પાડવા લાગ્યો અને પીડાથી કણસવા લાગ્યો. અવાજ સાંભળીને નજીકના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને તરત જ તેના પર ઠંડુ પાણી રેડ્યું, પરંતુ ત્યાં સુધીમાં બાળકનું શરીર ગંભીર રીતે દાઝી ગયું હતું. બાળકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું. ડોકટરોના જણાવ્યા મુજબ, બાળક લગભગ 45% બળી ગયું હતું અને તેની હાલત ગંભીર છે. બાળકના પિતા WCLમાં કામ કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

"હું રાજ્યસભામાં જવા માંગુ છું," નીતિશ કુમારે એક પોસ્ટમાં આ જાહેરાત કરી.