Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ex DGP murder Case: 'રાક્ષસ ને મારી નાખ્યો'; પત્નીએ પૂર્વ ડીજીપી પર ફેક્યો મરચાનો પાવડર, પછી ચપ્પુ મારીને લીધા પ્રાણ

Ex dgp murder
, સોમવાર, 21 એપ્રિલ 2025 (16:02 IST)
Ex dgp murder
 
Ex dgp murder case - કર્ણાટકના પૂર્વ ડીજીપી ઓમ પ્રકાશની હત્યા બાબતની તપાસ કરી રહેલી પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસનુ માનવુ છે કે પૂર્વ ડીજીપી ઓમ પ્રકાશની પત્ની પલ્લવીએ ચપ્પુ મારતા પહેલા તેમના ચેહરા પર મરચુ નાખ્યુ હતુ. જેની ચોખવટ માટે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. પોલીસે પલ્લવીની ધરપકડ કરી લીધી છે. કારણ કે હત્યાના મામલામાં તે મુખ્ય શંકાસ્પદ છે. તેમની પુત્રી કૃતિને પણ અરેસ્ટ કરવામાં આવી છે.  
 
ત્રણ માળના ઘરના ગ્રાઉંડ ફ્લોર પર લોહીથી લથપથ જોવા મળ્યા
બિહારન રહેનારા 1981 બેચના આઈપીએસ અધિકારી પ્રકાશ  રવિવારે શહેરના પૉશ એચએસઆર લેઆઉટમાં પોતાના ત્રણ માળના ઘરના ગ્રાઉંડ ફ્લોર પર લોહીથી લથપથ જોવા મળ્યા હતા. 
 
 
આ રીતે બની ઘટના 
સૂત્રોના જણાવ્યા મુજબ તીખી ચર્ચા પછી પલ્લવીએ પ્રકાશના ચેહરા પર મરચાનો પાવડર ફેંકી દીધો. કર્ણાટકન પૂર્વ પોલીસ પ્રમુખ જ્યારે બળતરાથી તડપી રહ્યા હતા તો પલ્લવીએ તેમના પર ચપ્પુથી અનેક પ્રહાર કર્યા. જેનાથી તેમનુ ઘટના સ્થળ પર જ મોત થઈ ગયુ.  ત્યારબાદ તેમણે પોતાના મિત્રને વીડિયો કોલ કર્યો અને કથિત રૂપે કહ્યુ કે મે રાક્ષસને મારી નાખ્યો છે.  
 
ઘટના પાછળ અનેક કારણો 
સૂત્રોના મુજબ હ ત્યા કપલ વચ્ચે વારંવાર થનારા ઝગડાનુ કારણ હતુ. જાણવા મળ્યુ છે કે કર્ણાટકના દાંડેલીમાં એક જમીન સાથે સાથે સંબંધિત વિવાદ પણ ઘટનાનુ કારણમાંથી એક છે. થોડા મહિના પહેલા પલ્લવીએ ફરિયાદ નોંધાવવા માટે એચએસઆર લેઆઉટ પોલીસ સ્ટેશન પણ ગઈ હતી.  જ્યારે ત્યાના કર્મચારીઓએ તેમની વાત નહી માની તો તેણે પોલીસ સ્ટેશનની સામે ધરણા આપ્યો. એ પણ જાણ થઈ છે કે પલ્લવીને સિજોફ્રેનિયા હતો અને તે દવા પણ લઈ રહી હતી.  
 
વિસ્તૃત તપાસથી હકીકત સામે આવશે - ગૃહ મંત્રી 
 
કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરે સોમવારે કહ્યું કે વિગતવાર તપાસમાં કર્ણાટકના ભૂતપૂર્વ ડીજીપી ઓમ પ્રકાશની હત્યા પાછળનું સત્ય બહાર આવશે. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની પત્ની પલ્લવીએ તેની હત્યા કરી છે. હત્યા પાછળનું કારણ પૂછવામાં આવતા, પરમેશ્વરે કહ્યું કે તેમને કોઈ સુરાગ નથી અને તપાસ શરૂ થઈ ગઈ છે. તપાસ અધિકારીએ હજુ સુધી કોઈ માહિતી શેર કરી નથી.
 
નિવૃત્ત IPS અધિકારી બિહારના ચંપારણના વતની હતા.
68 વર્ષીય નિવૃત્ત આઈપીએસ અધિકારી બિહારના ચંપારણના વતની હતા. તેમણે ભૂસ્તરશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. ઓમ પ્રકાશને 1 માર્ચ, 2015 ના રોજ પોલીસ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અક્ષરધામમાં દર્શન, પીએમ મોદી સાથે ડિનર... યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ આજે ભારત મુલાકાત