Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

UP Crime - ઈટાવા સામુહિક હત્યાકાંડ - બાળકોના મોઢામાંથી ફેસ નીકળતો જોઈને માતાનો આક્રંદ, પહેલા મારુ ગળુ દબાવી દો...

Etawah murder
, બુધવાર, 13 નવેમ્બર 2024 (12:43 IST)
Etawah murder
ઉત્તર પ્રદેશન ઈટાવા જીલ્લામાં થઈ સામુહિક હત્યાકાંડથી દરેક કોઈ સુન્ન છે. પોલીસ પૂછપરછમાં પરિવારના મુખિયા અને સરાફા વેપારી મુકેશ વર્મા (51)  અને ખુલસા કરી રહ્યો છે. તેણે પોલીસને જણાવ્યું કે તે કરવા ચોથના દિવસે આત્મહત્યા કરવા માંગતો હતો, પરંતુ તેની પત્ની રેખાએ તેને રોક્યો હતો.
 
 અને કહ્યુ હતુ કે અમને પણ સાથે લઈ જજો. હુ એકલી બાળકોનુ પાલન પોષણ નહી કરી શકુ. 
 
રવિવારે જ્યારે મુકેશે ફરી એકવાર મરવાની વાત કરી ત્યારે રેખાએ કહ્યું હતું કે અમારા પછી બાળકોનું ધ્યાન કોણ રાખશે, તેથી તેની સાથે જ મરવાનું નક્કી કર્યું. મુકેશે પોતે પૂછપરછ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો.
 
તમારી સાથે જ આખો પરિવાર દુનિયા છોડશે 
 જે કારણે તેણે તે દિવસે આપઘાત કરવાનો નિર્ણય માંડી વાળ્યો હતો. આ પછી, રવિવારે તેણે ફરીથી તેની પત્નીને મરવાની વાત કરી. આના પર રેખાએ ફરીથી કહ્યું હતું કે તેને અને બાળકોને મારી નાખો. તમારી સાથે આખો પરિવાર આ દુનિયા છોડી જશે. સોમવારે પતિ-પત્ની સૌ પહેલા જાગી ગયા હતા. મુકેશે જણાવ્યું કે તેની પત્ની રેખાએ જ્યારે બાળકો સૂતા હતા ત્યારે પોતે ફાંસી લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થઈ શકી નહીં. આ પછી બધાએ ઊંઘની ગોળીઓ લેવાનું નક્કી કર્યું.
 
રેખાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરવાનો કર્યો પ્રયાસ  
 
ઉંઘની ગોળીઓ લીધા પછી પણ રેખાએ ફરીથી ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ગોળીના નશામાં સીધી ઉભી રહી શકતી નહોતી. તેથી તે આત્મહત્યા ન કરી શકી. તેની આંખો સામે બાળકોના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું. તે આ સહન ન કરી શકી, તેણે આંક્રદ સાથે કહ્યું કે સૌથી પહેલા મારુ ગળુ દબાવી દો, હુ બાળકોને આમ તડપતા જોઈ શકતી નથી. પછી મુકેશે  આવું જ કર્યું, પહેલા તેણે પહેલા તેની પત્ની રેખા અને પછી તેના બાળકોનું ગળું દોરડા વડે દબાવી દીધું.
 
મે પણ ખાધી હતી ઉંઘની ગોળીઓ પણ કંઈ થયુ નહી 
પોલીસ પૂછપરછમાં આરોપી મુકેશે એ પણ જણાવ્યુ કે સવારના સમયે જ્યારે સૌને ગોળીઓ આપી તો છેલ્લે તેને પણ ઉંઘની ગોળીઓ ખાધી હતી. પણ તેને કશુ થયુ નહી.  થોડી વાર થોડો થાક લાગ્યો હતો પણ મોઢામાથી ફેસ જેવી સ્થિતિ ન બની. પછી બાળકો અને પત્નીને પરેશાન જોઈને તેમને મજબૂરીથી મારવા પડ્યા. 
 
કાકાએ મરવાનો પ્રયાસના સમાચાર મળતા ભત્રીજો જીઆરપી પોલીસ સ્ટેશન પહોંચ્યો 
 
સોમવારે રાત્રે લગભગ 9 વાગે મુકેશ રેલ્વે ટ્રેક પરથી ઝડપાયો ત્યારે મુકેશનો ભત્રીજો આશિષ માહિતી મળતા જીઆરપી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યાં સુધી તેને ઘરમાં અન્ય લોકોના મોતની જાણ નહોતી. જીઆરપીએ મુકેશ પાસે મળેલો મોબાઈલ ફોન પણ આશિષને આપ્યો હતો. આ દરમિયાન એસપી સિટી અભયનાથ ત્રિપાઠી પણ જીઆરપી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેઓએ મુકેશને કસ્ટડીમાં લીધો
 
આશીષે જ પોલીસને સોંપ્યો હતો કાકાનો મોબાઈલ 
બીજી બાજુ કોતવાલી પોલીસ સીઓ સિટીના નંબર પર સુસાઈડ નોટ મોકલનારા મોબાઈલની શોધ કરી રહી હતી. ઘરે ઘટનાની મહિતી મળતા જ આશીષે કોતવાલી જઈને કાકા મુકેશનો મોબાઈલ પોલીસને સોપ્યો હતો. 
 
પત્નીની સહમતિથી વેપારીએ પરિવારને મારી નાખ્યો 
સરાફા વેપારીએ સોમવારે સવારે લગભગ પાંચ વાગે પોતાની પત્ની અને ત્રણ બાળકોને ઉંઘની ગોળીઓ ખવડાવીને બેહોશ કર્યા.  પછી એક એક કરી દોરડાથી ગળુ દબાવીને ચારેયની હત્યા કરી નાખી.  તે પોતે પણ ટ્રેન નીચે પડતુ મુકીને જીવ આપવા જઈ રહ્યો હતો પણ પોલીસે તેને બચાવી લીધો. 
 
પૂછપરછમાં આરોપી સરાફા વેપારીએ જણાવ્યુ કે પત્નીની સહમતિ પર જ તેને ચારેયની હત્યા કરી. પોલીસે વેપારીના સાળાની ફરિયાદ પર આરોપી વિરુદ્ધ હત્યાનો રિપોર્ટ નોંધીને તેને જેલમાં મોકલી દીધો છે. 

પારિવારિક સભ્યો સાથે લેવડદેવડનો વિવાદ 
 
કોતવાલી વિસ્તારના મોહલ્લા લાલપુરાના રહેવાસી બુલિયન બિઝનેસમેન મુકેશ વર્મા (51)એ પોલીસ પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું છે કે તેણે તેના સમગ્ર પરિવારની સંમતિથી પોતાનો જીવ આપ્યો હતો. તેણે જણાવ્યું કે પારિવારિક મતભેદને કારણે તે બે વર્ષથી માનસિક તણાવમાં હતો. પરિવારના કેટલાક સભ્યોએ તેમની પાસેથી રૂ. 15 લાખ પડાવી લીધા હતા અને વહેંચાયેલ જમીન બાબતે પણ તેમને હેરાન કરતા હતા. પરિવારના સભ્યો સાથે લેવડ-દેવડના વિવાદથી તે પરેશાન હતો. આ અંગે, કરવા ચોથ પહેલા તેણે તેની પત્નીને મરવાની વાત કરી હતી. પત્નીએ સમજાવ્યું હતું કે તું એકલો કેમ મારીશ, આપણે બધા પણ સાથે મરીશું. પત્નીની સમજાવટ બાદ નિર્ણય બદલ્યો હતો.
 
ફોન પર સ્ટેટસ લગાવ્યુ - આ બધા ખલાસ થઈ ગયા 
પત્ની-બાળકોની હત્યા કર્યા પછી રાત્રે લગભગ 8.20 પર પત્નીના ફોન પર સ્ટેટસ લગાવ્યુ કે આ બધા ખતમ થઈ ગયા.  ત્યારબાદ સીઓ સિટીના સીયૂજી નંબર પર સુસાઈડ નોટ અને આ બધા ખતમનો સંદેશ પણ મોકલ્યો. સુસાઈડ નોટમાં પરિવાર અને પોતાના મરવાની વાત લખી હતી.  સ્ટેશન પાસે મરુઘર એક્સપ્રેસ દ્વારા કપાય જવાની કોશિશ કરી પણ પોલીસે પકડી લીધો. આરોપીએ જણાવ્યુ કે 2004માં કેંસર પીડિત પહેલી પત્ની નીતૂને પણ તેણે ઉંઘની ગોળીઓ આપીને મુક્તિ આપી હતી. 
 
પત્નીએ ફાંસી લગાવવાની કરી કોશિશ 
 
બાળકોને તકલીફ જોઈને પત્નીએ ફાંસી લગાવીને જીવ આપવાની કોશિશ કરી પણ બેહોશીને કારણે તે ફાંસી પર લટકી શકી નહી.  બાળકોની તકલીફ જોઈને પત્નીના કહેવાથી સૌથી પહેલા દોરડાથી તેનુ જ ગળુ દબાવીને તેને મારી નાખી. 
 
બેહોશ બાળકોના દોરડાથી ગળા દબાવ્યા 
પછી ગ્રાઉન્ડ ફ્લોર પર જ ભાવ્યા અને અભીષ્ટનુ પણ ગળુ દબાવીને હત્યા કરી નાખી. ત્યારબાદ પહેલા માળ પર બનેલા રૂમમાં સૂઈ રહેલ કાવ્યાને પણ બેહોશીની હાલતમાં મારી નાખી. ચારેયની હત્યા કર્યા બાદ તે લગભગ ત્રણ કલાક સુધી બાથરૂમમાં જ પડ્યો રહ્યો.   ત્યારબાદ લગભગ નવ વાગે બંને રૂમમં તાળુ મારીને બહાર જતો રહ્યો. 
 
પત્ની બોલી મને પહેલા મારી નાખો, બાળકોને તડપતા નહી જોઈ શકુ 
દિવાળી પર વેપારીની પહેલી પત્નીની પુત્રી ભાવ્યા (20) ઘરે આવી હતી. તે દિલ્હી વિવિ. માંથી બીકોમનો અભ્યાસ કરી રહી હતી.  આખો પરિવાર સાથે જ હતો. રવિવારે વેપારીએ પત્નીને મરવાની ઈચ્છા બતાવી તો તેણે સૌની સાથે મરવાની વાત કરી અને કહ્યુ મને પહેલા મારી  નાખજો. બાળકોને તડપતા નહી જોઈ શકુ.   
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખાટુશ્યામ મંદિરમાં નાસભાગ, 7 શ્રદ્ધાળુઓ ઘાયલ, શાહજહાંપુરમાં રેલિંગ તૂટવાથી અકસ્માત