Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અમદાવાદના વેપારી પાસેથી તેલના ડબ્બા ખરીદ્યા, ગઠિયાઓએ PAYTMથી પેમેન્ટ થયાનો મેસેજ આવ્યો પણ ખાતામાં પૈસા જમા ના થયા

અમદાવાદના વેપારી પાસેથી તેલના ડબ્બા ખરીદ્યા, ગઠિયાઓએ PAYTMથી પેમેન્ટ થયાનો મેસેજ આવ્યો પણ ખાતામાં પૈસા જમા ના થયા
, મંગળવાર, 23 નવેમ્બર 2021 (10:11 IST)
ગઠિયાઓએ વેપારી પાસેથી 15 કિલોના બે ડબ્બા અને પાંચ લિટરના બે કેરબા ખરીદ્યા હતાં
વેપારીએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
 
અમદાવાદમાં છેતરપિંડીના બનાવો વધી રહ્યાં છે. ચેઈન સ્નેચિંગ અને વાહનચોરો બેફામ બન્યાં છે. ત્યારે સાયબર ક્રાઈમથી પણ હવે લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યાં છે. ડિજિટલ પેમેન્ટથી ઠગવાના ગુનાઓની ફરિયાદો નોંધાઈ રહી છે. ત્યારે શહેરમાં વેપારીને ડિજિટલ પેમેન્ટ લેવામાં કડવો અનુભવ થયો છે. બે ગઠિયાઓ અમદાવાદના વેપારી પાસેથી તેલના ડબ્બા લઈને Paytm મારફતે પૈસા ટ્રાન્સફર કરીને નીકળી ગયા હતાં. જેનો મેસેજ પણ આવ્યો હતો. પરંતુ ખાતામાં પૈસા નહીં આવતાં વેપારીએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 
 
ગઠિયાઓએ વેપારી પાસેથી તેલના ડબ્બા ખરીદ્યા
પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો પ્રમાણે શહેરમાં દિલ્લી દરવાજા ખાતે એક કરિયણાની દુકાનમાં ગત 30 સપ્ટેમ્બરે બે વ્યક્તિઓ રિક્ષા લઈને ખરીદી કરવા આવ્યાં હતાં. 25થી 30 વર્ષની ઉંમરના બે યુવાનોએ તિરુપતિ તેલના 15 કિલોના બે ડબ્બા જ્યારે ગુલાબ કપાસિયા તેલના 5 લિટરના બે કેરબા ખરીદ્યા હતાં. જેની કિંમત 6700 થઈ હતી. માલ ખરીદીને આ બે યુવકોએ વેપારીને કહ્યું હતું કે અમારી પાસે રોકડા રૂપિયા નથી પરંતુ તમને Paytm મારફતે પૈસા ટ્રાન્સફર કરી દઈએ છીએ. વેપારીના મોબાઈલમાં Paytm મારફતે પૈસા ટ્રાન્સફર મેળવવા માટે એપ્લિકેશન નહોતી. જેથી તેમણે તેમના નોકરના મોબાઈલમાં એપ્લિકેશન હોવાથી તેના નંબર પર પૈસા ટ્રાન્સફર કરવા કહ્યું હતું. 
 
PAYTMથી પેમેન્ટ થયાનો મેસેજ આવ્યો
માલ ખરીદવા વાળાઓએ Paytm મારફતે પૈસા ટ્રાન્સફર કરતાં પાંચ મિનિટમાં નોકરના મોબાઈલમાં પૈસા જમા થયાનો મેસેજ આવ્યો હતો. ત્યાર બાદ આ બંને ગ્રાહકો માલ રિક્ષામાં મુકીને રવાના થયા હતાં. બાદમાં નોકરે તેના બેંકના ખાતામાં તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે પૈસા જમા થયા જ નહોતા. વેપારીએ કોઈ ટેકનિકલ ખામી સમજીને થોડા દિવસમાં પૈસા જમા થશે તેમ સમજીને રાહ જોઈ હતી. પરંતુ પૈસા નહીં મળતાં તેમણે માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ દેશોમાં કોરોનાથી લાખો મોતનું સંકટ, લૉકડાઉન સામે હિંસક પ્રદર્શનો