Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવવધુ રાહ જોતી રહી... પણ જાન લઈને ન આવ્યા વરરાજા... દહેજમાં માંગી હતી કાર

dulhan mehnadi
બિઝનૌર. , બુધવાર, 28 મે 2025 (11:43 IST)
dulhan mehnadi

Bijnor Dowry Case  ઉત્તર પ્રદેશના બિઝનૌર જીલ્લામાં સોમવારે રાત્રે એક હેરાન કરનારો મામલો સામે આવ્યો જ્યારે દહેજમાં કારની માંગ પુરી ન થવા પર વરરાજા જાન લઈને પહોચ્યા નહી. દુલ્હન હાથોમાં મેંહદી લગાવીને રાહ જોતી રહી. પણ વાજતે ગાજતે જાન ક્યારેય ન આવી.  આ ઘટનાએ આખા ગામમાં હડકંપ મચાવી દીદો. વધુપક્ષને ખૂબ સામાજીક અને આર્થિક નુકશાન ઉઠાવવુ પડ્યુ. દહેજને કારણે લગ્ન તૂટવાનો આ મામલો આ વિસ્તારમાં હવે ચર્ચાનો વિષય બની ગયો છે.  
 
શુ છે આખો મામલો ?
ઘટના કોતવાલી દેહાત ક્ષેત્રના મહેશ્વરી જટ ગામની છે. અહી એક યુવતીના લગ્ન કોતવાલી શહેરના દારાનગર ગંજ નિવાસી યુવક સાથે નક્કી થયા હતા. સોમવારે વરઘોડો આવવાનો હતો.  પણ ખરા ટાઈમે વર પક્ષે જાન લઈને આવવાની ના પાડી દીધી. આરોપ છે કે લગ્ન પહેલા જ દુલ્હન પક્ષે 3.5 લાખ રૂપિયા રોકડા અને 1.5 લાખ રૂપિયા અન્ય દહેજના રૂપમાં આપ્યા હતા. આ ઉપરાંત મેહમાનો માટે કપડા અને પ્રતિ વ્યક્તિ એક હજાર રૂપિયા ખર્ચ કર્યો હતો.  
 
વધુ પક્ષે લગ્ન માટે લગભગ 350 લોકોના જમવાનો અને મંડપની વ્યવસ્થા પણ કરી લીધી હતી. પરંતુ વરઘોડો આવવાના ઠીક પહેલા જ વર પક્ષના સભ્યો માતા, પિતા અને બહેને અને ખુદ વરરાજાએ અચાનક કારની માંગ મુકી દીધી. જ્યારે દુલ્હન પક્ષે અસમર્થતા બતાવી તો વરપક્ષે જાન લાવવાની ના પાડી દીધી.   
 
પોલીસને કરી ફરિયાદ  
વરરાજા પક્ષ દ્વારા કરવામાં આવેલા અસહ્ય અપમાન અને નુકસાનથી દુઃખી દુલ્હન પક્ષે સ્થાનિક પોલીસમાં ફરિયાદ આપી છે અને કાર્યવાહીની માંગ કરી છે. જોકે, સીઓ અંજની કુમાર કહે છે કે આ મામલો હજુ તેમના ધ્યાનમાં નથી. ફરિયાદ મળ્યા બાદ તપાસ બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. ઘટના બાદ બંને પક્ષો વચ્ચે સમાધાનની પણ ચર્ચા થઈ રહી છે. જોકે, આ મામલે વિસ્તારમાં ખૂબ ચર્ચા થઈ રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Earthquake - આ રાજ્ય બે વાર જોરદાર ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું, લોકો ગભરાઈને ઘરોમાંથી બહાર દોડી ગયા