Yashasvi Jaiswal Double Century: ભારત અને ઈગ્લેંડ વચ્ચે ટેસ્ટ શ્રેણીનો બીજો મુકાબલો ડો. વાઈએસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં રમવામાં આવી રહી છે. આ મેચના પહેલા દિવસે ટીમ ઈંડિયાએ 6 વિકેટ ગુમાવીને 336 રન બનાવ્યા હતા. પહેલા દિવસના હીરો યશસ્વી જયસ્વાલે રમતના બીજા દિવસે પોતાના 179 ના વ્યક્તિગત સ્કોરને આગળ વગાવતા ડબલ સેંચુરી મારીને ઈતિહાસ રચી દીધો. તેમણે 277 બોલ પર 200 રનનો આંકડો પાર કર્યો. આ દરમિયાન તેમણે 18 ચોક્કા અને 7 સિક્સર લગાવી.
આવુ કરનારા બન્યા ત્રીજા ભારતીય બેટ્સમેન
ભારત માટે સુનિલ ગાવસ્કરે ફક્ત 21 વર્ષ 227 દિવસની વયે ટેસ્ટ ક્રિકેટમાં ડબલ સેંચુરી મારી હતી. બીજી બાજુ વિનોદ કાબલી તો ગાવસ્કર કરતા પણ આગળ છે. કાંબલીએ 21 વર્ષ 32 દિવસની વયે ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી ડબલ સેંચુરી મારે છે. હવે જાયસ્વાલે બેવડી સદી લગાવી અને તેમણે 22 વર્ષ 37 દિવસમાં આ કારનામુ કર્યુ છે. તેઓ ભારત માટે સૌથી ઓછી વયમાં ડબલ સેન્ચુરી મારનારા ત્રીજા બેટ્સમેન બન્યા છે.
ટેસ્ટમાં ભારત માટે ડબલ સેંચુરી લગાવનારા સૌથી યુવા બેટ્સમેન
21 વર્ષ 32 દિવસ - વિનોદ કાંબલી (1993)
21 વર્ષ 277 દિવસ - સુનીલ ગાવસ્કર (1971)
22 વર્ષ 37 દિવસ - યશસ્વી જયસ્વાલ (2023)*
WTC માં ભારત તરફથી ચોથી ડબલ સેંચુરી
યશસ્વી જયસ્વાલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત તરફથી બેવડી સદી ફટકારનાર ચોથો ખેલાડી બની ગયો છે. યશસ્વી જયસ્વાલ પહેલા મયંક અગ્રવાલ, વિરાટ કોહલી અને રોહિત શર્માએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં બેવડી સદી ફટકારી હતી. તે જ સમયે, ચાર વર્ષ પછી આ પ્રથમ વખત છે જ્યારે ટીમ ઈન્ડિયાના કોઈ બેટ્સમેને બેવડી સદી ફટકારી હોય.
WTC માં ભારત માટે ડબલ સેંચુરી મારનારા બેટ્સમેન
215 - મયંક અગ્રવાલ
254* - વિરાટ કોહલી
212 - રોહિત શર્મા
243 - મયંક અગ્રવાલ
208* - યશસ્વી જયસ્વાલ (સમાચાર લખ્યા ત્યાં સુધી)