Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

WTC Final IND vs AUS Live: ભારતને પહેલી સફળતા, ખ્વાજા જીરો પર આઉટ

siraj
, બુધવાર, 7 જૂન 2023 (15:25 IST)
WTC Final IND vs AUS Live: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના બીજા સંસ્કરણનો ફાઈનલ મુકાબલો લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉંડમં રમાય રહી છે. ટીમ ઈંડિયાની આ સતત બીજી ફાઈનલ્છે. બીજી બાજુ કંગારૂ ટીમ પહેલીવાર ટેસ્ટ  ચેમ્પિયનશિપ ફાઈનલ રમી રહી છે. રોહિત શર્મા સામે ભારતીય ફેંસની 10 વર્ષ રાહ જોયા પછી આશા છે. બીજી બાજુ પૈટ કમિસ પણ ટીમને પોતાની કપ્તાનીમાં પહેલુ મોટુ ટાઈટલ જીતાડવા માંગશે. 
 
ભારતીય કપ્તાન રોહિશ શર્માએ આ ટૉસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો છે. ઓવલની પિચની વાત કરીએ તો અહીની પિચમાં ઈગ્લેંડની પરંપરાગત પરિસ્થિતિઓ મુજબ ઉછાળ આવ્યો છે. બીજી બાજુ જેમ જેમ રમત આગળ વધે છે તેમ અહી સ્પિનર્સને મદદ મળે છે.  આમ તો રોહિત શર્મા ટોસ સમયે કહ્યુ કે તે ચાર પેસર અને એક સ્પિનર સાથે ઉતર્યા છે. 
 
બંને ટીમોની Playing 11
ભારત : રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.
 
ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ (સી), એલેક્સ કેરી (વિકેટમાં), કેમરોન ગ્રીન, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, સ્ટીવ સ્મિથ (વીસી), મિશેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર, સ્કોટ બોલેન્ડ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Cyclone Biporjoy - ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળશે, ‘બિપોરજોય’ વાવાઝોડાને લઈ એક્શન પ્લાન તૈયાર કરાશે