Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

VIDEO: સુરેશ રૈનાનુ છલકાયુ દર્દ... BCCI ને કરી અપીલ, બોલ્યા - મારી પાસે તો પ્લાન 'B' પણ નથી

VIDEO: સુરેશ રૈનાનુ છલકાયુ દર્દ...  BCCI ને કરી અપીલ, બોલ્યા - મારી પાસે તો પ્લાન  'B' પણ નથી
નવી દિલ્હી . , મંગળવાર, 22 ફેબ્રુઆરી 2022 (16:33 IST)
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન સુરેશ રૈના (Suresh Raina)પર આઈપીએલ મેગા ઓક્શન 2022 (IPL Auction 2022)માં બોલી નહી લાગી. ખેલાડીઓની નીલામીમાં રૈનાએ પોતાના બેસ પ્રાઈસ 2 કરોડ રૂપિયા રાખી હતી. આઈપીએલ ઓક્શન પહેલા બધા ફ્રેંચાઈજીની પાસે વધુમાં વધુ 4 ખેલાડીઓને રીટેન કરવાનો અધિકાર હતો. ચેન્નઈ સુપરકિંગ્સ  (Chennai Super Kings)એ રૈનાને ઓક્શન પહેલા રિલીજ કરી દીધા હતા. ત્યારબાદ આશા બતાવાય રહી હતી કે લીલામીમાં રૈનાને સીએકે ફરીથી ખરીદશે, પણ આવુ ન થયુ. મિસ્ટર આઈપીએલ (Mr. IPL)ના નામથી ફેમસ યૂપીના આ ધુરંઘર બેટ્સમેને તાજેતરમાં આપેલા એક ઈંટરવ્યુમાં તેમનુ દર્દ છલકાયુ હતુ. આ દરમિયાન તેમણે બીસીસીઆઈ અને આઈસીસીને એક અપીલ કરી હતી. 
 
35 વર્ષીય સુરેશ રૈનાનુ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ છે. જેમા તે ખૂબ ઈમોશનલ દેખાય રહ્યા છે. વીડિયોમાં રૈના કહે છે. બીસીસીઆઈએ આઈસીસી કે ફ્રેંચાઈજીની સાથે ચર્ચા કરીને એ ખેલાડીઓને વિદેશમાં રમવાની મંજુરી આપવી જોઈએ, જેમની પાસે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો કરાર નથી. જ્યા પર અમે જઈએ અને રમીએ. તમે બીસીસીઆઈના કરારમાં પણ નથી, તમને આઈપીએલમાં કોઈએ લીધા નથી, તમે ઈન્ટરનેશનલ ક્રિકેટ પણ નથી રમી રહ્યા, ડોમેસ્ટિક ક્રિકેટ એવી છે કે જે સ્પર્ધા ઈન્ટરનેશનલ લેવલ પર છે તે ડોમેસ્ટિક ક્રિકેટમાં નથી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Himachal Pradesh- હિમાચલમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ: 6 મહિલાઓ જીવતી સળગી