Publish Date: Thu, 03 Sep 2026 (12:02 IST)
Updated Date: Thu, 03 Sep 2026 (12:24 IST)
વીવીએસ લક્ષ્મણને બીસીસીઆઈએ ફરીથી મોટી જવાબદારી સોંપવાનો નિર્ણય કર્યો છે. આજે એટલે કે ગુરૂવારે હવથી થોડીવાર પછી બીસીસીઆઈની એક મીટિંગ મુંબઈમાં થવાની છે. તેમા અનેક મોટા અને મહત્વના નિર્ણય લેવામાં આવશે. આ પહેલા જ સમાચાર સામે આવ્યા છે કે લક્ષ્મણને એશિયન ગેમ્સમાં હેડ કોચનુ કામ આપવામાં આવશે. જો કે બીસીસીઆઈએ પોતે અત્યાર સુધી આને લઈને એલાન કર્યુ નથી.
એશિયન ગેમ્સમાં હેડ કોચની જવાબદારી સાચવશે વીવીએસ લક્ષ્મણ
આ મહિનાના અંતમાં એશિયન ગેમ્સ રમાવાની છે. આ માટે ભારતીય દળ તૈયાર છે. આ વખતે પુરૂષ અને મહિલા બંને ક્રિકેટ ટીમો તેમા ભાગ લેશે. ભારત ઉપરાંત પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશને પણ ડાયરેક્ટ ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મળ્યુ છે. જ્યારે એશિયન ગેમ્સ રમાય રહ્યા હશે એ સમયે વેસ્ટ ઈંડિઝ ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસ પર હશે. જ્યા વનડે અને ટી20 ઈંટરનેશનલ મેચોની શ્રેણી રમાશે. એટલે કે બંને શ્રેણી પરસ્પર ટકરાશે. તેથી વીવીએસ લક્ષ્મણને એશિયન ગેમ્સમાં હેડ કોચની જવાબદારી આપવામાં આવી છે. આ પહેલા જ્યારે ભારતીય ટીમ ઝિમ્બાબવે ના પ્રવાસ પર ગઈ હતી ત્યારે પણ લક્ષ્મણ જ હેડ કોચ હતા અને હવે ફરીથી તેમને આ કામ સોંપવામાં આવ્યુ છે.
સુનીલ જોશી, ઋષિકેશ કનિતકર અને સુભાદીપ ઘોષ પણ સાથે રહેશે
વીવીએસ લક્ષ્મણ ઘણા સમયથી મુખ્ય કોચ તરીકે સેવા આપી રહ્યા છે. જોકે, તેઓ સીઓઈના વડા તરીકે પણ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવે છે. એશિયન ગેમ્સમાં ભાગ લેનારી ભારતીય ટીમ, પુરુષ અને મહિલા બંને, એથ્લેટિક્સ પછી સૌથી મોટો સપોર્ટ સ્ટાફ ધરાવે છે. સુનીલ જોશી, હૃષિકેશ કાનિટકર અને શુભદીપ ઘોષ વીવીએસ લક્ષ્મણ સાથે રહેશે.
શ્રેયસ ઐયર એશિયન ગેમ્સના કેપ્ટન બનશે
બીસીસીઆઈએ એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરી દીધી છે. શ્રેયસ ઐયર ટીમનું નેતૃત્વ કરશે. આ પહેલા, ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમશે. તે મેચ માટેની ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે. ખેલાડીઓની ફિટનેસના આધારે એશિયન ગેમ્સની ટીમમાં કેટલાક ફેરફારો થઈ શકે છે, પરંતુ નોંધપાત્ર ફેરફારો થવાની શક્યતા ઓછી છે.