Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

વિરાટ કોહલીએ કેપ્ટનશિપ છોડવાનુ બતાવ્યુ આ મોટુ કારણ, આ વાતોનો કર્યો ઉલ્લેખ... અહી વાંચો

વિરાટ કોહલીએ કેપ્ટનશિપ છોડવાનુ બતાવ્યુ આ મોટુ કારણ, આ વાતોનો કર્યો ઉલ્લેખ... અહી વાંચો
, શનિવાર, 15 જાન્યુઆરી 2022 (21:33 IST)
વિરાટ કોહલીએ કેપ્ટનશિપ છોડવાનુ બતાવ્યુ આ મોટુ કારણ, આ વાતોનો કર્યો ઉલ્લેખ... અહી વાંચો 
 
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના કપ્તાનના રૂપમાં વિરાટ કોહલી (Virat Kohli)ના કાર્યકાળને સંપૂર્ણ રીતે અંત થઈ ગયો છે. સાઉથ આફ્રિકાના વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં 1-2 થી મળી હાર ના ઠીક એક દિવસ પછી કોહલીએ ટેસ્ટ ટીમની કપ્તાનીમાંથી પણ રાજીનામુ આપી દીધુ છે. આ સાથે જ કોહલી હવે ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમની કપ્તાનીમાંથી બહાર થઈ ગયા છે. કોહલીની કપ્તાનીમાં ભારતીય ટીમે સતત ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યુ અને નંબર 1ની સીટ મેળવી. કોહલીએ શનિવા 15 જાન્યુઆરીના રોજ ટ્વિટર પર એક નિવેદન રજુ કરી પોતાના નિર્ણયની માહિતી આપી અને એકવાર ફરી ક્રિકેટ જગતને ચોંકાવી દીધુ. કોહલીએ પોતાના નિવેદનમાં કહ્યુ કે દરેક સારી વસ્તુનો અંત હોય છે અને તેમને માટે એ અંત આજે છે. 
 
કોહલીએ જે રીતે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એક નિવેદન જાહેર કરીને અચાનક T20 ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી, તેવી જ રીતે તેમણે પોતાના એકાઉન્ટ પર લાંબું નિવેદન પોસ્ટ કરીને ટેસ્ટની કેપ્ટનશીપમાંથી રજા લીધી છે. કોહલીએ પોતાના નિવેદનમાં કહ્યું, “છેલ્લા 7 વર્ષથી, દરરોજ સખત મહેનત, સંઘર્ષ અને રોજ સતત ઝઝૂમતા,  ટીમને સાચી દિશામાં લઈ જવાનું કામ કર્યું છે. મેં મારું કામ ખૂબ જ ઇમાનદારીથી કર્યું અને કોઈ કમી છોડી નથી. એક સમય એવો આવે છે કે બધું બંધ થઈ જાય અને હવે તે મારા માટે ભારતના ટેસ્ટ કેપ્ટનના રૂપમાં એ સમય અત્યારે છે.
 
મારુ દિલ સાફ, ટીમ સાથે બેઈમાની નથી કરી શકતો 
 
કોહલીએ એમ પણ કહ્યું કે તેણે ઘણા ઉતાર-ચઢાવ જોયા પરંતુ હંમેશા મેદાન પર પોતાનું 120 ટકા આપ્યું. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું,
 
“આ સફરમાં ઉતાર-ચઢાવ આવ્યા છે, પરંતુ ક્યારેય પ્રયત્નો કે વિશ્વાસની કમી આવી નથી. હું હંમેશા જે પણ કરું છું તેમાં 120 ટકા આપવામાં માનું છું અને જો હું તે ન કરી શકું તો હું જાણું છું કે તે યોગ્ય નથી. મારું હૃદય સાફ છે અને હું મારી ટીમ સાથે બેઈમાન નથી કરી શકતો."



Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Corona Gujara Update - આજે ગુજરાતમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડો, સામે આવ્યા 9177 નવા કેસ