rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાકિસ્તાનના હુમલામાં અફઘાનિસ્તાનમાં ત્રણ ક્રિકેટરોનાં મોત

પાકિસ્તાનના હુમલા
અફઘાનિસ્તાનના ક્રિકેટ બોર્ડ (એસીબી)એ જણાવ્યું છે કે પક્તિકા પ્રાંતમાં પાકિસ્તાનના હવાઈ હુમલામાં ત્રણ ખેલાડીઓનાં મોત થયાં છે. એસીબીએ એક નિવેદન બહાર પાડીને આ હુમલાની ટીકા કરી છે.
 
આ ઉપરાંત પાકિસ્તાનમાં નવેમ્બરમાં રમાનારી ત્રિકોણિય ટી20 સિરીઝમાંથી પણ નીકળી જવાની જાહેરાત કરી છે.
 
એસીબીએ ત્રણેય ખેલાડીઓની તસવીરો જારી કરીને જણાવ્યું કે "શુક્રવારે સાંજે પાકિસ્તાને કરેલા હુમલામાં આ ખેલાડીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા."
 
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ મુજબ "આ હુમલામાં ત્રણ ખેલાડીઓ- કબીર, સિબગતુલ્લાહ અને હારુન ઉપરાંત અન્ય પાંચ નાગરિકોનાં મોત થયાં છે."
 
બોર્ડે જણાવ્યું કે ખેલાડીઓના સન્માન અને આ દુખદ ઘટનાની પ્રતિક્રિયા રૂપે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આગામી નવેમ્બરમાં પાકિસ્તાન સાથેની ટી20 સિરીઝમાંથી નીકળી જવાનો નિર્ણય લીધો છે.
 
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા આ મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
 
આ ટી20 સિરીઝમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ભાગ લેવાના હતા. 17થી 29 નવેમ્બર વચ્ચે પાકિસ્તાનમાં બધી મૅચ રમાવાની હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હિંસક જૂથ અથડામણ અનેક ઘાયલ, 100 જેટલા વાહનને નુકસાન પહોંચાડવામાં આવ્યું