Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

T20 World Cup: સુપર 12 ના ગ્રુપ ઓફ ડેથમાં ફસાયી આ 6 ટીમો, શુ ટીમ ઈંડિયા પર પણ આવશે

T20 World Cup: સુપર 12 ના ગ્રુપ ઓફ ડેથમાં ફસાયી આ 6 ટીમો, શુ ટીમ ઈંડિયા પર પણ આવશે
, શનિવાર, 23 ઑક્ટોબર 2021 (11:42 IST)
આઈસીસી ટી20 વિશ્વ કપ 2021 (ICC T20 World Cup 2021)ની ખિતાબી જંગની શરૂઆત 23 ઓક્ટોબર શનિવારથી થઈ રહી છે. ઓમાન અને યુએઈમાં 17 ઓક્ટોબરથી શરૂ થયેલી ટૂર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો છે.. શ્રીલંકા (Sri Lanka) અને બાંગ્લાદેશ (Bangladesh) જેવી ઘુરંઘર ટીમો સહિત કુલ 8 દેશોની વચ્ચે આ રાઉંડમાં 12 મેચ રમાઈ અને તએમાથી 4 ટીમો બઈજા રાઉંડ એટલે કે સુપર-12 સ્ટેજમાં પહોંચી છે. જ્યાંથી ખિતાબનો અસલી જંગ શરૂ થાય છે. સુપર-12 માં પહેલેથી જ 8 ટીમો છે, જે ક્વોલિફિકેશન સમયે આઈસીસી રેન્કિંગમાં ટોપ 8 સ્થાન પર હતી. આ તમામ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે અને આમાં બે ટીમોએ વર્લ્ડ કપના પહેલા રાઉન્ડથી જ પોતાનું સ્થાન બનાવ્યું છે. હવે જ્યારે પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે, બંને જૂથો પર એક નજર નાખવી જરૂરી છે, કારણ કે તેમાંથી એક ફૂટબોલની ભાષામાં 'ગ્રુપ ઓફ ડેથ' બની ગયું છે.
 
 શુક્રવારે 22 ઓક્ટોબરે પહેલા રાઉન્ડની છેલ્લી બે મેચો રમાઈ હતી, જેમાં નામિબિયાએ ગ્રુપ Aમાંથી રોમાંચક મેચમાં આયર્લેન્ડને હરાવીને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. આ ગ્રુપમાંથી શ્રીલંકાએ પોતાની ત્રીજી મેચ પણ જીતી હતી. શ્રીલંકાની ટીમે બે દિવસ પહેલા જ સુપર-12 માં તેના સ્થાનની પુષ્ટિ કરી દીધી હતી અને તેના જૂથની પણ પુષ્ટિ થઈ હતી, જેના પર શુક્રવારે મહોર લાગી હતી. બીજી બાજુ  એટલે કે ગુરુવાર 21 ઓક્ટોબર, ગ્રુપ-બીની છેલ્લી મેચો રમાઈ હતી, જેમાં બાંગ્લાદેશે પાપુઆ ન્યૂ ગિનીને હરાવ્યો હતો, જ્યારે સ્કોટલેન્ડે ઓમાનને હરાવ્યુ હતુ. ગ્રુપમાં સ્કોટલેન્ડ પ્રથમ સ્થાને, જ્યારે બાંગ્લાદેશ બીજા ક્રમે આવ્યું. આ પરિણામો સાથે, સુપર-12 ના બંને જૂથોની સ્થિતિ કંઈક આ પ્રકારની બની ગઈ છે.

 
સુપર-12 ગ્રુપ 1 - ત્રણ વિશ્વ ચેમ્પિયનોવાળુ ગ્રુપ ઓફ ડેથ 
 
વર્તમાન વિશ્વ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝ, 2010 વિશ્વ ચેમ્પિયન ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા. સુપર-12નું ગ્રુપ-1 પહેલેથી જ આ ચાર જબરદસ્ત ટીમોથી ભરેલું હતું. આ ગ્રુપમાં બે ટીમો માટે જગ્યા ખાલી હતી, જેમને પહેલા રાઉન્ડ પછી એન્ટ્રી મળવાની હતી. પ્રથમ રાઉન્ડના પરિણામો પછી જે સ્થિતિ બની, ભાગ્યે જ કોઈએ તેની કલ્પના કરી હશે. શ્રીલંકાએ ગ્રુપ Aમાં ટોચ પર રહીને આ ગ્રુપમાં જગ્યા બનાવી છે. આ સાથે જ બાંગ્લાદેશને પણ ગ્રુપ-બીમાં બીજા સ્થાને રહેવાના કારણે આ જ ગ્રુપમાં સ્થાન મળ્યું છે. એટલે કે, હવે આ ગ્રુપમાં 3 વર્લ્ડ ચેમ્પિયન ટીમો છે, જેમણે મળીને 6 માંથી 4 ટી 20 વર્લ્ડ કપ ટાઇટલ જીત્યા છે. આ અર્થમાં, આ જૂથ આ વર્લ્ડ કપનું સૌથી મુશ્કેલ જૂથ બની ગયું છે, જેને સરળતાથી 'ગ્રુપ ઓફ ડેથ' કહી શકાય. તેની કલ્પના કદાચ જ કોઈએ કરી હશે. શ્રીલંકાએ ગ્રુપ Aમાં ટોચ પર રહીને આ ગ્રુપમાં જગ્યા બનાવી છે. તે જ સમયે, બાંગ્લાદેશને પણ ગ્રુપ-બીમાં બીજા સ્થાનને કારણે તે જ ગ્રુપમાં સ્થાન મળ્યું. એટલે કે, હવે આ ગ્રુપમાં 3 વર્લ્ડ ચેમ્પિયન ટીમો છે, જેમણે મળીને 6 માંથી 4 ટી 20 વર્લ્ડ કપ ટાઇટલ જીત્યા છે. આ અર્થમાં, આ જૂથ આ વિશ્વ કપનું સૌથી મુશ્કેલ જૂથ બની ગયું છે, જેને સરળતાથી 'ગ્રુપ ઓફ ડેથ' કહી શકાય

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતીય મૂળના અમેરિકી નાગરિક નીરા ટંડન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના સેક્રેટરી બનાવાયા