Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્મૃતિ મંઘાનાએ બનાવ્યો મોટો કીર્તિમાન, મેન્સ ક્રિકેટમાં પણ અત્યાર સુધી કોઈ નથી કરી શક્યુ આવુ કામ

Smriti Mandhana
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપકપ્તાન સ્મૃતિ મંઘાના બેટથી સતત કહેર વરસાવી રહી છે. આ કારણ છે કે દરેક મેચમાં કોઈને કોઈ મોટો રેકોર્ડ બનતો કે તૂટતો જોવા મળી રહ્યો છે.  ICC વૂમેન્સ T20 વર્લ્ડ કપ 2026 માં નીધરલેડ્સ વિરુદ્ધ મુકાબલામાં મંઘાનાએ એક એવો વર્લ્ડ રેકોર્ડ પોતાને નામે કર્યો જેને આજ સુધી કોઈ પુરૂષ કે મહિલા ક્રિકેટમાં મેળવી શક્યુ નથી. 

T20 ક્રિકેટમાં બની ગયો નવો રેકોર્ડ 

લીડ્સના હેંડિગ્લે મેદાન પર રમાયેલ મુકાબલામાં મંઘાનાએ 47 બોલમાં 74 રનની શાનદાર રમત રમી. તેની આ રમતમાં 11 ચોક્કા અને એક સિક્સર સામેલ છે. આ ટૂર્નામેંટમાં તેમની સતત બીજી હાફસેંચુરી પણ હતી.  તેની શાનદાર રમતને કારણે ભારતે 20 ઓવરમાં 209 રનન વિશાળ સ્કોર ઉભો કર્યો અને પછી 95 રનથી મેચ જીતી લીધી.  મંઘાનાને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવી.  જો કે આ મેચમાં ફક્ત તેનો દાવ ચર્ચાનો વિષય નથી રહ્યો. પણ શાનદાર બેટિંગ દરમિયાન મંઘાનાએ T20 ક્રિકેટમાં 600 બાઉંડ્રી પુરી કરતા નવો ઈતિહાસ રચી દીધો.  આ સાથે જ તે પુરૂષ અને મહિલા બંને કેટેગરીના T20 ક્રિકેટમાં 600 થી વધુ ચોક્કા લગાવનારી દુનિયાની પહેલી ક્રિકેટર બની ગઈ. 
 

સ્મૃતિ મંધાનાની આસપાસ પણ કોઈ નહી 

સ્મૃતિ પાસે હવે T20I ક્રિકેટમાં કુલ 604 ચોગ્ગાનો રેકોર્ડ છે. ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સ 521 ચોગ્ગા સાથે આ યાદીમાં બીજા ક્રમે છે, જ્યારે શ્રીલંકાની ચમારી અટાપટ્ટુ 493 ચોગ્ગા સાથે ત્રીજા ક્રમે છે. પાકિસ્તાનનો બાબર આઝમ પુરુષોના ક્રિકેટમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર બેટ્સમેન છે, પરંતુ તે પણ મંધાનાથી પાછળ છે.

 
મંધાના માત્ર બાઉન્ડ્રીના સંદર્ભમાં જ નહીં પરંતુ રન બનાવવામાં પણ ટોચના બે ખેલાડીઓમાં સામેલ છે. મહિલા T20I ક્રિકેટમાં તેના 4475 રન છે. ફક્ત ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સ, જેમની પાસે 4720 રન છે, તે તેનાથી આગળ છે. જોકે, બેટ્સ વર્તમાન T20 વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લેવા જઈ રહી હોવાથી, મંધાના ટૂંક સમયમાં આ રેકોર્ડ પોતાના નામે કરે તેવી અપેક્ષા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Odisha School Books Errors- ન્યૂટનને પાયલોટ તરીકે વર્ણવવામાં આવ્યા હતા; નવા શાળાના પાઠ્યપુસ્તકોમાં 1,678 ગંભીર ભૂલો મળી