Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રોહિત શર્માએ પોસ્ટ કર્યો VIDEO, વનડે રિટાયરમેંટની ચર્ચા વચ્ચે કરી દીધુ સ્પષ્ટ

Rohit Sharma
, શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2025 (11:50 IST)
ભારતીય ટીમ હાલમાં એશિયા કપ 2025 રમવામાં વ્યસ્ત છે, જે આ વખતે T20 ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. સાથે જ  ટીમ ઈન્ડિયાના ફેંસ ઓક્ટોબર મહિનામાં ઓસ્ટ્રેલિયા સામે યોજાનારી ત્રણ મેચની ODI શ્રેણીની શરૂઆતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેની પાછળનું સૌથી મોટું કારણ ODI કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી છે, જેમણે આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાનો છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.   સાથે જ લાંબા સમયથી, રોહિત શર્માના ODI ફોર્મેટમાંથી રિટાયરમેંટ અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી, જેનો હવે રોહિતે પોતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને અંત લાવી દીધો છે.

 
રોહિતે પોતાના પ્રેક્ટિસનો વીડિયો પોસ્ટ કર્યો
ટીમ ઈન્ડિયા આવતા મહિને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે જ્યાં ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે, આ માટે રોહિત શર્માએ પોતાની તૈયારી શરૂ કરી દીધી છે, જેમાં તેણે નેટ પર બેટિંગ પ્રેક્ટિસ કરતો પોતાનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો પોસ્ટ કરતી વખતે રોહિતે કેપ્શનમાં લખ્યું છે કે હું ફરીથી અહી જ છુ, ખરેખર સારું લાગે છે. ભારતીય ટીમ 19 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે વનડે શ્રેણીની પહેલી મેચ રમવાની છે. આવી સ્થિતિમાં, આ શ્રેણીમાં રોહિત શર્માનું રમવું નિશ્ચિત માનવામાં આવી શકે છે, જેમાં તે કેપ્ટનશીપની જવાબદારી સંભાળતો જોવા મળશે.
 
ઓસ્ટ્રેલિયા એ વિરુદ્ધની શ્રેણીમાં પણ રમી શકે છે રોહિત 
ભારતના પ્રવાસ પર આવેલ ઓસ્ટ્રેલિયા એ ટીમને જ્યા 2 અનઓફિશિયલ ટેસ્ટ મેચ રમવાની છે તો બીજી બાજુ આ પ્રવાસ પર તેઓ ત્રણ મેચોની વનડે શ્રેણી પણ રમશે.  આવી સ્થિતિમાં, રોહિત શર્મા, જે લાંબા સમયથી રમી રહ્યો નથી, તેના તરફથી આ શ્રેણીમાં રમવાની અપેક્ષા રાખી શકાય છે, જેથી તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જતા પહેલા તેની તૈયારીઓની ચકાસણી કરી શકે. રોહિત શર્માએ 2024 T20 વર્લ્ડ કપ જીત્યા પછી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, અને 7 મે 2025 ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિની જાહેરાત કરી હતી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સિક્કિમમાં ભયંકર ભૂસ્ખલન, 4 લોકોના મોત અને 3 ગુમ, SSB બચાવ કામગીરી ચાલુ