રોહિત શર્માનો જન્મ 30 એપ્રિલ 1987 ના રોજ નાગપુરમાં થયો હતો. રોહિત હાલમાં ભારતીય ટીમનો કેપ્ટન છે અને આજે તે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. રોહિત શર્માને સફેદ બોલ ક્રિકેટનો રાજા માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે રોહિતનું બેટ ગતિમાં હોય છે ત્યારે તેની સામે કોઈપણ બોલરનો માર નિશ્ચિત હોય છે. આવો રોહિતના જનમદિવસ પર તેમના વ્હાઈટ બોલ ક્રિકેટના કેટલાક રેકોર્ડ્સ પર નજર નાખીએ.
રોહિત શર્મા તેની લાંબી હિટ માટે જાણીતા છે. આ જ કારણ છે કે લોકો તેમને હિટમેન શર્માના નામથી પણ ઓળખે છે. તેમને અત્યાર સુધી T20 ઈન્ટરનેશનલમાં કુલ 182 સિક્સર ફટકારી છે. આ યાદીમાં તે નંબર વન પર છે.
રોહિત શર્માએ વર્ષ 2007માં ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ તેણે T20માં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. આવો જ એક રેકોર્ડ હજુ પણ રોહિતના નામે નોંધાયેલો છે. તેમને અત્યાર સુધી ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ મેચ રમી છે. રોહિત પાસે કુલ 148 T20 આંતરરાષ્ટ્રીય મેચ નોંધાયેલ છે.
રોહિત શર્મા વનડેમાં પણ છે. તેણે આજે પણ વનડેમાં કેટલીક એવી ઇનિંગ્સ રમી છે જે યાદ કરવામાં આવે છે. રોહિતે શ્રીલંકા સામે વનડેમાં 264 રનની ઇનિંગ રમી હતી. જે હજુ પણ વનડેમાં સર્વોચ્ચ સ્કોર છે. રોહિતનો આ રેકોર્ડ તોડવો સૌથી મુશ્કેલ છે.