Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IND vs PAK: ટીમ ઈંડિયાએ હાથ ન મિલાવ્યો તો પાકિસ્તાનમાં મચી બબાલ, હવે PCB એ ઉઠાવ્યુ મોટુ પગલુ

Suryakumar Yadav
, સોમવાર, 15 સપ્ટેમ્બર 2025 (10:47 IST)
IND vs PAK: એશિયા કપ 2025 નો છઠ્ઠો મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં રમાયો. જેમા ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર જીત નોંધાવી.  ટીમ ઈંડિયાએ પાકિસ્તાનને 7 વિકેટથી હરાવી અને ટૂર્નામેંટમાં સતત બીજી જીત નોંધાવી. ટીમ ઈંડિયાની સામે પાકિસ્તાનની ટીમ દરેક મોરચે નિષ્ફળ રહી.  મેચ ખતમ થયા બાદ પાકિસ્તાનના ખેલાડીઓને ભારે શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો.   
ટીમ ઈંડિયાએ કર્યુ ઈગ્નોર 
ઉલ્લેખનીય છે કે સૂર્યકુમાર યાદવે 16મી ઓવરની 5 મી બોલ પર શાનદાર સિક્સર મારીને ટીમ ઈંડિયાને જીત અપાવી. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા વગર મેદાન બહાર જતા રહ્યા.  સૂર્યા અને શિવમ ઉપરાંત ટીમ ઈન્દિયાના બાકી ખેલાડી પ ણ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવા ડ્રેસિંગ રૂમની બહાર ન આવ્યા.  આવામાં પાકિસ્તાની ખેલાડી મેદાન પર હેંડશેક કરવા માટે ટીમ ઈંડિયાના ખેલાડીઓની રાહ જોતા રહ્યા, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.  
 
ઉલ્લેખનીય છે કે ક્રિકેટ મેચ ખતમ થતા સામાન્ય રીતે બંને ખેલાડી હાથ મિલાવતા જોવા મળે છે. પણ આ મેચમાં આવુ કશુ પણ જોવા મળ્યુ નહી. આ જ કારણ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલ મેચ રમત કરતા આ નો હેંડશેક ઘટનાને લઈને વધુ ચર્ચામાં છે.   
 
PCB એ નોંધાવ્યો વિરોધ 
આ દરમિયાન પાકિસ્તાનથી મોટા સમાચાર આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCB એ મેચ પછી પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવા બદલ એશિયન ક્રિકેટ કાઉન્સિલ સમક્ષ સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે. રવિવારે મોડી રાત્રે જારી કરાયેલા એક નિવેદનમાં, PCB એ ભારતીય ખેલાડીઓના આ વર્તનને રમતગમતની ભાવના વિરુદ્ધ એટલે કે રમતગમતની ભાવના વિરુદ્ધ ગણાવ્યું. PCB એ પોતાના નિવેદનમાં લખ્યું છે- ટીમ મેનેજર નવીન ચીમાએ ભારતીય ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાના વર્તન સામે સખત વિરોધ નોંધાવ્યો છે. તેને રમતગમતની ભાવના વિરુદ્ધ અને રમતગમતની ભાવના વિરુદ્ધ ગણાવ્યું હતું. વિરોધમાં, અમે અમારા કેપ્ટનને મેચ પછીના સમારોહમાં મોકલ્યા ન હતા.

ગ્રુપ સ્ટેજમાં ટકરાયા બાદ, ભારત અને પાકિસ્તાન હવે સુપર-4 માં એકબીજાનો સામનો કરી શકે છે. અહીં પણ ટીમ ઈન્ડિયા પાકિસ્તાનને હરાવવાનો પ્રયાસ કરશે. એશિયા કપ 2025 માં, ભારતીય ટીમ 19 સપ્ટેમ્બરે ઓમાન સામે પોતાની ત્રીજી મેચ રમશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહેસુલી તલાટીની ભરતીની મુખ્ય પરીક્ષાની સંભવિત તારીખ જાહેર