દક્ષિણ આફ્રિકા-ભારત વચ્ચે બુધવારે (7 ફેબ્રુઆરી)ના રોજ ન્યૂલેનૈડ્સ ક્રિકેટ મેદાન પર ત્રીજી વનડે મેચ રમવામાં આવી રહી છે ટૉસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 303 રન બનાવ્યા. ટારગેઅનો પીછો કરતા સાઉથ આફ્રિકાને 100 રનની અંદર જ 4 ઝટકા લાગ્યા. મેજબાન ટીમને હાશિ અમલા(1) ના રૂપમાં જલ્દી જ પહેલો ઝટકો લાગ્યો. બીજી બાજુ માર્કરમ 32 રન ટીમના ખાતામાં જોડી શક્યા.
ઉલ્લેખનીય છે કે ટીમ ઈંડિયાને રોહિત શર્માના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો. રોહિત મેચની પ્રથમ જ ઓવરમાં શૂન્ય રન પર આઉટ થયા. જો કે બીજી વિકેટ માટે વિરાટ કોહલે એઅને શિખર ધવન વચ્ચે 100 રનની ભાગીદારી થઈ જેનાથી ભારતને મજબૂતી મળી. ભારતે ત્યારબાદ અજિક્ય રહાણે
(11) અને હાર્દિક પંડ્યા(14) ના રૂપમા ઝટકા લાગ્યા. વિરાટ કોહલીએ કપ્તાની રમત બતાવતા 159 બોલમાં 160 રન બનાવ્યા. વિપક્ષી ટીમ તરફથી જેપી ડ્યૂમિનીને 2 જ્યારે કે કગિસો રબાડા, ક્રિસ મોરિસ આંદિલે ફેહુલકવાયો અને ઈમરાન તાહિરને 1-1 સફળતા મળી.