Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મુંબઈ ઈંડિયંસે હાર્દિક પંડ્યાને ટીમમાં સામેલ કરવા માટે 17.5 કરોડના આ ખેલાડીને RCB થી કર્યો ટ્રેડ

Hardhik pandya
નવી દિલ્હી , સોમવાર, 27 નવેમ્બર 2023 (13:57 IST)
મુંબઈ ઈંડિયંસે એક રણનીતિક પગલુ ઉઠાવતા આઈપીએલ 2024ની નીલામી પહેલા હાર્દિક પડ્યાને ગુજરાત ટાઈટન્સ સાથે ટ્રેડ કરી લીધો છે. એક મહત્વપૂર્ણ સોદામાં મુંબઈ ઈંડિયંસે પંડ્યાને બદલે 17.5 કરોડ રૂપિયાની કિમંતના કૈમરૂન ગ્રીનનો ત્યાગ કરી દીધો છે. 
 
શરૂઆતમાં એવા સમાચાર હતા કે ગુજરાત ટાઈટન્સે હાર્દિક પડ્યાને કાયમ રાખ્યો છે. પણ પછી એક મોડ સામે આવ્યો. જેનાથી જાણ થઈ કે મુંબઈ ઈંડિયંસે તેમએન ટાઈટન્સ સાથે ટ્રેડ કર્યો હતો. પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કરવાની સુવિદ્યા માટે મુંબઈ ઈંડિયંસે કૈમરૂન ગ્રીનને રૉયલ ચેલેજર્સ બેંગલોર સાથે પૂર્ણ રોકડ સોદામાં ટ્રેંડ કર્યો. 
 
મુંબઈ ઈંડિયંસે આઈપીએલ 2024ની નીલામી પહેલા 11 ખેલાડીઓને રિલીજ કરી દીધા હતા. જેના દ્વારા તેમને 15.25 કરોડ રૂપિયાનુ પર્સ મળ્યુ. હાર્દિક પંડ્યાને સમાયોજિત કરવા માટે તેમને 15 કરોડ રૂપિયા એકટ્ર કરવાની જરૂર હતી. જેનાથી નીલામી માટે તેમની પાસે સીમિત પૈસા રહી ગ્યા. કૈમરૂન ગ્રીનને ટ્રેડ કરીને મુંબઈ ઈંડિયંસે પોતાનુ પર્સ વધાર્યુ છે અને હાર્દિક પડ્યાને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. 
 
ગુજરાત ટાઈટન્સ માટે ટ્રેડ દ્વારા તેમના પર્સમાં 15 કરોડ રૂપિયાની વૃદ્ધિ થાય છે જે હાર્દિક પંડ્યાના વેતનનુ પ્રતિનિધિત્વ કરે છે. લીગના નિયમોનુ પાલન કરતા આ રિપ્લેસમેંટની વિગત આઈપીએલને બતાવાશે. જેનાથી  વધુ એક પરસ્પર સમજૂતીપર હાર્દિક પડ્યાને ગુજરાત ટાઈટન્સમાંથી ટ્રાંસફરના રેટના 50 ટકા સુધી પ્રાપ્ત કરવાની તૈયારી છે. 
 
એક રિપોર્ટ મુજબ હાર્દિક પડ્યાને મુંબઈ ઈડિય્સંસે ટ્રેડ્ કર્યા બાદ ગુજરાત ટાઈટંસને 15 કરોડ રૂપિયાની વધુ ટ્રાંસફર ફી મળશે. પરસ્પર સમજૂતેથી સંચાલિત આ લેવડ દેવડ હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સમાંથી રિપ્લેસમેંટના 50 ટકાનો હકદાર પણ બનાવશે 
 
આઈપીએલ  નિયમ મુજબ ખેલાડીઓની ટ્રેડિંગ વિંડો સીજનના સમાપનના એક મહિના બાદ ખુલે છે અને આગામી નીલામીથી એક અઠવાડિયા પહેલા સુધી એક્ટિવ  રહે છે. 19 ડિસેમ્બરના રોજ થનારી નીલામી સાથે વર્તમાન ટ્રેડિંગ વિંડો 12 ડિસેમ્બરના રોજ બંધ થવાની છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ ૮ વાગ્યે ભૂકંપનો આંચકો