Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

આ ભારતીય ખેલાડીની અચાનક બગડી તબિયત, ICUમાં કરવો પડ્યો દાખલ

mayank agarwal
, બુધવાર, 31 જાન્યુઆરી 2024 (00:31 IST)
mayank agarwal
Mayank Agarwal Admitted To ICU In Agartala: ભારતીય ક્રિકેટ ફેંસ માટે એક મોટા સમાચાર આવ્યા છે. એક ભારતીય ખેલાડીની તબિયત અચાનક બગડી છે. આ ખેલાડીને ઉતાવળમાં ICUમાં દાખલ કરવો પડ્યો. આ ખેલાડી ટીમ ઈન્ડિયા તરફથી રમી ચૂક્યો છે અને હાલમાં રણજી ટ્રોફીમાં રમી રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, આ ખેલાડીને કોઈ પ્રકારનો ખતરો નથી અને હાલ તેની હાલત સારી છે.
 
આ ખેલાડીની તબિયત અચાનક બગડી, ટીમ ઈન્ડિયાના બેટ્સમેન અને કર્ણાટક ક્રિકેટ ટીમના કેપ્ટન મયંક અગ્રવાલને અચાનક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. રીપોર્ટ મુજબ અગરતલા એરપોર્ટ પર પ્લેનમાં ચઢતી વખતે મયંક અગ્રવાલને ગળા અને મોઢામાં તકલીફ થઈ હતી, જેના પછી તરત જ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે તેમની હાલત સારી છે અને કોઈ ખતરો નથી. ઉલ્લેખનીય છે કે, 26 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી કર્ણાટકની ટીમે અગરતલામાં ત્રિપુરા વિરુદ્ધ રણજી મેચ રમી હતી.
 
ત્રિપુરા વિરુદ્ધ રમી શાનદાર ઇનિંગ 
ત્રિપુરા સામે રમાયેલી મેચમાં મયંક અગ્રવાલની કેપ્ટન્સીમાં કર્ણાટકનો 29 રને વિજય થયો હતો. આ મેચની પ્રથમ ઇનિંગમાં મયંક અગ્રવાલે 100 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 10 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં મયંક અગ્રવાલે 19 બોલમાં 17 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. મયંક અગ્રવાલે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં કુલ 21 ટેસ્ટ અને 5 ODI મેચ રમી છે. આ ટેસ્ટ મેચોમાં તેના નામે 41.33ની એવરેજથી 1488 રન છે. તેણે અત્યાર સુધીમાં 5  હાફ સેન્ચુરી અને 4 સદી પણ ફટકારી છે.  સાથે જ  તેમણે વનડેમાં 17.2 ની સરેરાશથી માત્ર 86 રન બનાવ્યા છે. પરંતુ માર્ચ 2022 પછી તેમને ટીમ ઈન્ડિયા તરફથી રમવાની તક મળી નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

VIDEO: પાકિસ્તાનમાં મોટો બોમ્બ બ્લાસ્ટ, ઈમરાન ખાનની પાર્ટીના ત્રણ સભ્યો સહિત ચારના મોત