Publish Date: Fri, 17 Apr 2026 (11:25 IST)
Updated Date: Fri, 17 Apr 2026 (11:34 IST)
T20 World Cup 2026 Match Fixing: ટી 20 વર્લ્ડકપ 2026 ભારત અને શ્રીલંકાની મેજબાની રમાઈ હતી. આ ટૂર્નામેંટની ફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવીને ત્રીજીવાર આ ખિતાબ પોતાને નામે કર્યો હતો. આ ટૂર્નામેંટને ખતમ થયે એક મહિનાથી વધુનો સમય વીતી ગયો છે. પણ હવે આ ટૂર્નામેંટ સાથે જોડાયેલ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઈંટરનેશનલ ક્રિકેટ કાઉંસિલ (ICC) ની એંટી કરપ્શન યૂનિટ (ACU) એ ટી20 વર્લ્ડકપ 2026 ના એક મુકાબલાની તપાસ શરૂ કરવામાં આવી છે. આ મુકાબલામાં ફિક્સિંગની આશંકા બતાવાઈ છે.
કનાડા અને ન્યુઝીલેંડ વચ્ચે રમાયે મેચમાં બતાવાયી ફિક્સિંગની આશંકા
ટી20 વર્લ્ડકપ 2026 ની 31 મી મેચ કનાડા અને ન્યુઝીલેંડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ફિક્સિંગ ને લઈને આશંકા બતાવાય રહી છે. આ મુકાબલામાં કનાડાના કપ્તાન દિલપ્રીત બાજવા તરફથી કરવામાં આવેલ એક ઓવર શંકાના દાયરામાં છે. સાથે જ ક્રિકેટ કનાડામાં ભ્રષ્ટાચારના આરોપોની તપાસ થઈ રહી છે. આ નિર્ણય કનાડાના સરકારી ચેનલ સીબીસી તરફથી વધુ એક ડોલ્યુમેંટરી રજુ થયા બાદ લેવામાં આવ્યો છે. આ ડોક્યુમેંટરીમાં કનાડા ક્રિકેટમાં ઘરેલુ અને ઈંટરનેશનલ સ્તર પર આઈસીસીના નિયમ ઓને તોડવાનો દાવો કરવામાં આવ્યો છે.
ICC ની એંટી કરપ્શન યૂનિટે શરૂ કરી તપાસ
ઈએસપીએન ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, ICC ના ભ્રષ્ટાચાર વિરોધી એકમ (ACU) એ કેનેડિયન ક્રિકેટ સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ શરૂ કરી છે. તેમનું ધ્યાન ખાસ કરીને ન્યુઝીલેન્ડની ઇનિંગની પાંચમી ઓવર પર છે, જે દિલપ્રીત બાજવા દ્વારા ફેંકવામાં આવી હતી. તેણે નો-બોલ ફેંક્યો, લેગ સાઇડથી વાઈડ બોલ ફેંક્યો અને કુલ 15 રન આપ્યા. દિલપ્રીત પહેલા, કેનેડિયન પેસ બોલર જસકરણ સિંહ અને ડિલન હેલીગરે પણ મોંઘા ઓવર ફેંક્યા હતા. આ દરમિયાન, સ્પિનર સાદ બિન ઝફરે ત્રીજી ઓવર વિકેટ મેડન ફેંકી હતી.
ડોક્યુમેંટરી જોયા બાદ શરૂ થઈ તપાસ
તાજેતરમાં, કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (CBC) ના તપાસ કાર્યક્રમ, the Fifth Estate એ Corruption, Crime and Cricket નામની 43 મિનિટની દસ્તાવેજી ફિલ્મ બનાવી. દસ્તાવેજી ફિલ્મના પ્રસારણ પછી તપાસ શરૂ કરવામાં આવી હતી. દસ્તાવેજીમાં ક્રિકેટ કેનેડા બોર્ડની આંતરિક બાબતો, ખેલાડીઓની પસંદગીમાં દબાણ અને શંકાસ્પદ મેચ સંબંધિત પ્રવૃત્તિઓના આરોપો મૂકવામાં આવ્યા હતા. બીજી તપાસ એક જૂની ટેલિફોન રેકોર્ડિંગ સાથે સંબંધિત છે જેમાં તત્કાલીન કોચ ખુર્રમ ચોહાણે દાવો કર્યો હતો કે ક્રિકેટ કેનેડા બોર્ડના વરિષ્ઠ સભ્યોએ તેમને ટીમમાં ચોક્કસ ખેલાડીઓનો સમાવેશ કરવા માટે દબાણ કર્યું હતું.