Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધોનીની નંબર 7 જર્સી રિટાયર - આ સમ્માન મેળવનારા બીજા ભારતીય ક્રિકેટર, આ પહેલા 2017માં સચિનની જર્સી થઈ હતી રિટાયર

Webdunia
શુક્રવાર, 15 ડિસેમ્બર 2023 (12:23 IST)
બે વારના વિશ્વકપ વિજેતા કપ્તાન એમએસ ધોનીની નંબર 7 જર્સી હવે કોઈ અન્ય ભારતીય ક્રિકેટર માટે ઉપલબ્ધ નહી રહે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)એ તેને રિટાયર કરવાનો નિર્ણય લીધો છે. 
 
ધોનીના ઈંટરનેશનલ રિટાયરમેંટના લગભગ 3 વર્ષ પછી બોર્ડે આ નિર્ણય લીધો છે. ઈંડિયન એક્સપ્રેસની રિપોર્ટ મુજબ, BCCI એ જણાવુયુ કે ધોનીએ પોતાના સંપૂર્ણ કરિયરમાં જે નંબરની ટી શર્ટ પહેરી હતી તેને હવે રિટાયર કરવાનો નિર્ણય લીધોછે. 
 
ધોની પહેલા સચિન તેંદુલકરની નંબર 10 જર્સીને પણ આ સમ્માન મળ્યુ હતુ. વર્ષ 2017માં સચિનની નંબર 10 જર્સીને પણ હંમેશા માટે રિટાયર કરવામાં આવી હતી. 
ધોનીની નંબર 7 જર્સી હંમેશા માટે રિટાયર 
ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ ઈંટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. તે ટેસ્ટમાંથી 2014માં જ સંન્યાસ લઈ ચુક્યા હતા. આ રિપોર્ટમાં એવુ બતાવ્યુ હતુ કે ધોનીની નંબર 7 જર્સીને કોઈ અન્ય ભારતીય ક્રિકેટરને ક્યારેય અલોટ નહી કરવામાં આવે. 
 
રિપોર્ટ મુજબ BCCIના એક અધિકારીએ કહ્યુ કે ટીમ ઈંડિયાના ખેલાડીઓ ખાસ કરીને ડેબ્યુ કરનારા પ્લેયર્સને બતાવી દેવામાં આવ્યુ કે તેઓ તેંદુલકર અને ધોની સાથે જોડાયેલા નંબર ને નથી પસંદ કરી શકતા. 
 
ધોનીએ 2 વર્લ્ડ કપ જીતાવ્યા એક વાર ચેમ્પિયંસ ટ્રોફી પણ જીતી 
ધોનીનો જન્મ ઝારખંડના રાંચીમાં થયો હતો. ધોનીએ પોતાની કપ્તાનીમાં દેશને 2007માં ટી-20 અને 2011માં વનડે વર્લ્ડ કપ ઉપરાંત 2013માં ચેમ્પિયંસ ટ્રોફી જીતાવી છે. ડિસેમ્બર 2014માં તેમણે ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેંટ લીધુ હતુ.  
 
90 ટેસ્ટ 350 વનડે અને 98 ટી-20 વનડે રમી 
ધોનીએ 90 ટેસ્ટ, 350 વનડે અને 98 ટી20 રમ્યા છે. તેમા તેમણે 4,876, 10,773 અને 1617 રન બનાવ્યા છે. ધોનીએ IPL માં અત્યાર સુધી 190 મેચમાં 4,432 રન બનાવ્યા છે. તેમની કપ્તાનીમાં CSK એ સતત બે વાર   2010 અને 2011 માં IPL નો ખિતાબ જીત્યો હતો. 
 
રમતમાં જર્સીને રિટાયર કરવાની જૂની પરંપરા 
દિગ્ગજ ખેલાડીઓના જર્સી નંબરને રિટાર કરવાની રમતજગતમાં જૂની પરંપરા રહી છે. ઈટાલિયન ફુટબોલ લીગ સીરી એ ક્લબ નેપોલીમાં કોઈ પણ ખેલાડી 10 નંબરની જર્સી પહેરતો નથી, કારણ કે ડિએગો મારાડોના તે પહેરતા હતા.  મારાડોનાએ એકલાના દમ પર 1987 અને 1990માં લીગ ટાઈટલ જીતાવ્યુ હતુ  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વારાણસીના એક ગામમાં 40 છોકરીઓ ગર્ભવતી બની, પરિવારના સભ્યોમાં ખળભળાટ મચી ગયો

મહારાષ્ટ્ર ચૂંટણી માટે બીજેપીનો સંકલ્પ પત્ર આજે જાહેર થશે, વડાપ્રધાન મોદી ઝારખંડમાં ગર્જના કરશે

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક દુકાનમાં આગ, 3 લોકોના મોત

Earthquake In Mount Abu: રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ભૂકંપના આંચકા, વિસ્તારમાં ભયનો માહોલ

Video : એંજિન અને કોચની વચ્ચે દબાયો રેલ કર્મચારી, વીડિયો જોઈને કાંપે જશો

આગળનો લેખ
Show comments