Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

IPL 2023 Auction : સૈમ કરને તોડી નાખ્યા બધા રેકોર્ડ, આઈપીએલ ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી

IPL 2023 Auction : સૈમ કરને તોડી નાખ્યા બધા રેકોર્ડ, આઈપીએલ ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી
, શુક્રવાર, 23 ડિસેમ્બર 2022 (16:41 IST)
IPL 2023 Auction Expensive Player in IPL History : આઈપીએલના મિની ઑક્શનમાં જે વાતની આશા હતી ઠીક એવુ જ થયુ. ઈગ્લેંડના શાનદાર ઓલરાઉંડરમાંથી એક સૈમ કરન પર મોટી બોલી લગાવી. આઈપીએલની દસ ટીમોમાંથી મોટાભાગે તેમના પર બોલી લગાવી. પણ સૈમ કરન જે એક જ ટીમ પાસે જઈ શકતા હતા.  સૈમ કરન આઈપીએલના ઓક્શનના સૌથી મોંઘા ખેલાડીના રૂપમાં વેચાશે. એવી સંભાવના બતાવી હતી.  સેમ કરનની બેસ પ્રાઈઝ ઘણી ઓછી હતી એટલે કે માત્ર બે કરોડ રૂપિયા, પરંતુ તેમના પર ખૂબ લાંબા સમય સુધી બોલી લાગતી રહી અને અંતે પંજાબ કિંગ્સે તેમના પર સૌથી વધુ બોલી લગાવી અને તેને પોતાના ટીમમાં લાવવામાં સફળ રહ્યુ. પંજાબ કિંગ્સ સાથે તેમના IPL કરિયરની શરૂઆત કરી હતી, હવે તેમની ઘર વાપસી છે.
webdunia
સૈમ કરન પર પંજાબ કિંગ્સે લગાવી 18.50 કરોડની બોલી 
 
સેમ કરને તેની આઈપીએલ કારકિર્દીની શરૂઆત પંજાબ કિંગ્સ સાથે કરી હતી, પરંતુ બાદમાં તે CSKમાં ગયો હતો. આ પછી, તે વર્ષ 2020 થી વર્ષ 2021 IPL સુધી CSK માટે રમતા જોવા મળ્યો હતો. તેમના પર બે કરોડ રૂપિયાથી બોલી શરૂ થઈ પરંતુ આંખના પલકારામાં બોલી લાગતી ગઈ. સૌ પહેલા મુંબઈ ઈંડિયંસે તેમના પર બોલી લગાવી. ત્યારબા આરસીબીની ટીમ મેદાનમાં આવી. ત્યારબાદ તો એક પછી એક બધી ટીમોએ બોલી લગાવવી શરૂ કરી. બે કરોડથી શરૂ થયેલી બોલી ક્યારે 5 કરોડ પર પહોંચી અને ત્યારબાદ ક્યારે દસ કરોડ થઈ એ જાણ જ ન થઈ. ધીરેથી 15 કરોડ પહોંચી ગઈ. જેવી જ તેમની બોલી 16.25 કરોડ પર પહોંચી આ સાથે જ તેમણે ઓક્શનમાં સૌથી મોંઘા ખેલાડીનો રેકોર્ડ તોડી નાખ્યો.  આ પહેલા આઈપીએલમાં ક્રિસ મોરિસ સૌથી મોંઘા ખેલાડી બન્યા હતા.  જ્યારે રાજસ્થાન રૉયલ્સે તેમના પર બોલી લગાવી હતી. પણ કોઈને પણ એ અંદાજ નહોતો કે સૈમ કરન આરસીબીના પૂર્વ કપ્તાન વિરાટ કોહલી અને એલએસજીના કપ્તાન કેએલ રાહુલનો પણ રેકોર્ડ તોડી દેશે, પણ આવુ થઈ ગયુ છે. 




સૈમ કરને તોડ્યો ક્રિસ મોરિસ, વિરાટ કોહલી અને કેએલ રાહુલનો રેકોર્ડ 
 
વિરાટ કોહલીને આરસીબીની ટીમ રિટેન કરીને 17 કરોડ રૂપિયા આપી રહી હતી. આ સાથે જ કેએલ રાહુલનો પણ રેકોર્ડ ધ્વસ્ત થઈ  ગયો.  તેમને પણ એલએસજીની ટીમ 17 કરોડ રૂપિયા આપી રહી હતી. સૈમ કરનનો પીછો મુંબઈ ઈંડિયંસે પણ કર્યો. એમઆઈએ 18.25 કરોડ રૂપિયા સુધી પીછો કર્યો. પ ણ તેનાથી વધુ એટલે કે 18.50 કરોડ રૂપિયા પંજાબ કિંગ્સે લગાવ્યા અને ત્યારબાદ મુંબઈ હાથ પાછળ ખેંચી લીધા. હવે સેમ કરન  IPLના 15 વર્ષના ઈતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી બની ગયા છે. સેમ કરને થોડા જ સમયમાં તમામ રેકોર્ડ ધ્વસ્ત કર્યા. 






Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સિક્કિમમાં મોટી દુર્ઘટના- સિક્કિમમાં જેમામાં એક રોડ દુર્ઘટનામાં સેનાના 16 જવાનો શહીદ