Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતીય મહિલા ટીમનુ ફક્ત એક જીતથી નહી બને કામ, હરમનપ્રીત કૌરની ટીમને આજે જોઈએ ખૂબ મોટી જીત

harmanpreet and team
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ સમયે હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં આઈસીસી મહિલા ટી20 વિશ્વકપ 2026 નો મુકાબલો રમી રહી છે.  ટીમે અત્યાર સુધીમાં ત્રણ મેચ રમી છે, જેમાં બે જીતી છે અને એક હારનો સામનો કરવો પડ્યો છે. આજે, ટીમ બીજી મહત્વપૂર્ણ મેચ માટે મેદાનમાં ઉતરશે. પરંતુ માત્ર જીત પૂરતી રહેશે નહીં. જો ટીમ સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માંગતી હોય, તો તેનો નેટ રન રેટ અન્ય ટીમો કરતા સારો રહે તે માટે તેને મોટી જીતની જરૂર પડશે.

ભારતીય મહિલા ટીમે અત્યાર સુધી ત્રણમાંથી બે મેચ જીતી છે 

 
આઈસીસી મહિલા ટી20 વિશ્વકપ 2026 મા ભારતીય ટીમે પોતાનો પહેલો મુકાબલો પાકિસ્તાન વિરુદ્ધ રમ્યો,  આ મેચમાં, ભારતે નબળી પાકિસ્તાની ટીમને 64 રનના મોટા અંતરથી હરાવવામાં સફળતા મેળવી. બીજી મેચમાં, તેઓ નેધરલેન્ડ્સ સામે ટકરાયા, જેમાં 95 રનનો જંગી વિજય મેળવ્યો. ત્યારબાદ, ત્રીજી મેચમાં, ભારતનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થયો, જેમાં 6 વિકેટથી પરાજય થયો. આ મેચમાં ભારતે 158 રન બનાવ્યા, પરંતુ દક્ષિણ આફ્રિકાએ ફક્ત 19.1 ઓવરમાં જ મેચ જીતી લીધી. હવે, ચોથી મેચમાં, તેઓ આજે બાંગ્લાદેશ સામે ટકરાશે.
 

પોઈંટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા પહેલા નંબર પર, ટીમ ઈંડિયા હાલ દૂસરા સ્થાન પર  

દરમિયાન, જો આપણે પોઈન્ટ ટેબલની વાત કરીએ, તો ઓસ્ટ્રેલિયન ટીમ ટોચ પર છે, તેણે ચારેય મેચ જીતીને આઠ પોઈન્ટ મેળવ્યા છે. ટીમ સેમિફાઇનલમાં પહોંચવાની ખૂબ નજીક છે. ભારત બીજા ક્રમે છે, તેણે ત્રણમાંથી બે મેચ જીતી છે. તેમના ચાર પોઈન્ટ છે. ભારત, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના પણ ચાર-ચાર પોઈન્ટ છે, પરંતુ સારા રન રેટને કારણે, ટીમ ઈન્ડિયા બીજા ક્રમે છે. દક્ષિણ આફ્રિકા ત્રીજા ક્રમે છે, અને બાંગ્લાદેશ ચોથા ક્રમે છે.

ભારતીય મહિલા ટીમને અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયા સાથે રમવી પડશે મેચ 

 
આજની મેચમાં જીત સાથે ભારતીય ટીમ 6 અંક તો મેળવી લેશે પણ સેમીફાઈનલનુ સ્થાન પાક્કુ નહી થાય. જો કે ભારતને પોતાની અંતિમ લીગ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાવવાનુ છે. જે એક મુશેક્લ મુકાબલો રહેશે.  ભારતીય ટીમ જો આ બંને મેચ જીતી ગઈ તો તેની સેમીફાઈનલની સીટ પાક્કી થઈ જશે.  પણ જો બે માંથી એક જ મેચમાં જીત મળી તો પછી રનરેટ ખૂબ મહત્વનો થઈ જશે.  તેથી ભારત પાસે આજ તક છે કે તે બાંગ્લાદેશને માત્ર હરાવે નહી પણ મોટી જીત મેળવે. જેથી તેનો રનરેટ સારો બન્યો રહે.  
 

બરાબર અંક થતા નેટ રન રેટ થઈ જશે મહત્વનો  

સારા રનરેટની અસર એ રહેશે કે જો બે ટીમો બરાબર અંકો પર આવી જાય તો પણ ભારત પાસે સારો નેટ રનરેટ હોવાથી તેનો સેમીફાઈનલમાં જવાનો રસ્તો  સરળ થઈ શકેછે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કશુ પણ થાય એ પહેલા ટીમની કોશિશ હોવી જોઈએ કે અંતિમ ચારના વધુ નિકટ પહોચી  જાય જેથી પાછળથી કોઈ સમસ્યા ન થાય.  આજ સાંજે સાત વાગ્યાથી ભારત અને બાંગ્લાદેશની ટીમો સામ સામે ટકરાશે. જેના પર સૌની નજર રહેશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચાર દિવસ સુધી ભારે વાવાઝોડા અને વરસાદની ચેતવણી, આજે 17 રાજ્યોમાં નારંગી અને પીળી ચેતવણી