Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

T20 World Cup 2026 Points Table: આ છે સુપર 8 માં પહોંચનારી બધી ટીમોની સ્થિતિ, ભારત અને સાઉથ આફ્રિકા બરાબરી પર

T20 World Cup 2026
, ગુરુવાર, 19 ફેબ્રુઆરી 2026 (13:03 IST)
ટી20 વિશ્વકપ 2026 ની લીગ ફેઝ હવે સમાપ્ત થવાની છે. ભારતીય ટીમે પોતાના બધા ચાર મેચ પહેલા રાઉંડમાં રમી લીધા છે અને સતત જીત નોંધાવવામાં સફળતા મેળવી છે. આ દરમિયન બુધવારે સુપર 8 ની બધી ટીમો પણ મળી ગઈ છે. પાકિસ્તાને પણ છેવટે લથડતા પડતા સુપર 8 મા પોતાની સીટ પાક્કી કરી લીધી છે. આ દરમિયાન હવે એક નજર આપણે પોઈંટ ટેબલ પર નાખઈ જોઈએ. ખાસ વાત એ છે કે ભારત અને સાઉથ આફ્રિકા જ બે એવી ટીમો છે જે પોતાની બધી મેચ જીતીને આગળ જઈ રહી છે.  ભારત અને પાકિસ્તાન ગ્રુપ A માંથી સુપર 8 માં આગળ વધ્યા.
 

A ગ્રુપમાંથી ભારત અને પાકિસ્તાન સુપર 8 માં પહોચ્યા 

 
ચાલો પહેલા ગ્રુપ A ની ચર્ચા કરીએ. ભારત ઉપરાંત, પાકિસ્તાને પણ આ ગ્રુપમાંથી સુપર 8 માં પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધું છે. ટીમ ઈન્ડિયા આઠ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે પાકિસ્તાન છ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આ ગ્રુપમાં બાકીની ત્રણ ટીમો, યુએસએ, નેધરલેન્ડ્સ અને નામિબિયા, બહાર થઈ ગઈ છે.
 

ગ્રુપ B માંથી શ્રીલંકા અને ઝિમ્બાબ્વેની આગળના રાઉંડમાં એંટ્રી 

 
શ્રીલંકા અને ઝિમ્બાબ્વે ગ્રુપ B માંથી સુપર 8 માં પહોચ્યા છે. શ્રીલંકાના છ પોઈન્ટ છે, એક મેચ બાકી છે. ઝિમ્બાબ્વેના ત્રણ મેચમાંથી પાંચ પોઈન્ટ છે. ઝિમ્બાબ્વેની પણ એક મેચ બાકી છે. આ ગ્રુપમાં આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઓમાન બધા બહાર થઈ ગયા છે. ઓસ્ટ્રેલિયા હજુ પણ ઓમાન સામે પોતાનો અંતિમ મુકાબલો રમવાનો છે, પરંતુ હવે તેનો કોઈ મતલબ રહ્યો નથી.  
 

ગ્રુપ C માંથી વેસ્ટ ઈન્ડિઝ અને ઈગ્લેંડ સુપર 8 માં પહોચ્યા 

 
ગ્રુપ C માંથી સુપર 8 માં જે ટીમો પહોચી છે તે બે ટીમો વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ છે. વેસ્ટ ઈન્ડિઝે ત્રણેય મેચ જીતી છે અને એક મેચ બાકી છે, જ્યારે ઈંગ્લેન્ડના ચાર પોઈન્ટ છે. સ્કોટલેન્ડ, ઇટાલી અને નેપાળ આ ગ્રુપમાંથી બહાર થઈ ગયા છે.
 

સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડે પણ સુપર 8 મા મેળવી લીધુ સ્થાન 

 
ગ્રુપ ડીની વાત કરીએ તો, સાઉથ આફ્રિકાએ પણ પોતાની ચારેય મેચ જીતીને આઠ પોઈન્ટ મેળવ્યા છે. ન્યુઝીલેન્ડે પોતાની ચાર મેચમાંથી ત્રણ જીતીને છ પોઈન્ટ મેળવ્યા છે. અફઘાનિસ્તાન, યુએઈ અને કેનેડા હવે આ ગ્રુપમાંથી બહાર થઈ ગયા છે. જોકે, અફઘાનિસ્તાન અને કેનેડાએ હજુ સુધી પોતાની અંતિમ મેચ રમી નથી. ફક્ત થોડી લીગ મેચ બાકી છે, જેના પછી સુપર 8 મેચ શરૂ થશે. બાકીની મેચોમાં શું થાય છે તે જોવાનું બાકી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુકેશ અંબાણીની મોટી જાહેરાત: AI ડેટા જેટલું જ સસ્તું હશે, Jio ભારતને 'ઇન્ટેલિજન્સ યુગ' સાથે જોડશે