Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

SAને પછાડી ટીમ ઈંડિયાએ બનાવ્યો નવો રેકોર્ડ

SAને પછાડી ટીમ ઈંડિયાએ બનાવ્યો નવો રેકોર્ડ
, શુક્રવાર, 20 જાન્યુઆરી 2017 (11:23 IST)
ભારતે ઈગ્લેંડ વિરુદ્ધ બીજી વનડેમાં ગુરૂવારે 6 વિકેટ પર 381 પર રન બનાવીને એકદિવસીય ક્રિકેટમાં સર્વાધિક 23 વાર 350નો સ્કોર બનાવવાનો નવો વિશ્વ રેકોર્ડ કાયમ કરી દીધો. 
 
ભારતે પુણેમાં પ્રથમ મેચમાં 351 રન બનાવીને દક્ષિણ આફ્રિકાના સર્વાધિક 22 વાર 350નો સ્કોર બનાવવાના રેકોર્ડની બરાબરી કરી અને કટકના બારાબતી સ્ટેડિયમમાં 381 રન બનાવીને દક્ષિણ આફ્રિકાને પાછળ છોડી દીધુ અને નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. 
 
ભારતનો આ સ્કોર ઈગ્લેંડ વિરુદ્ધ ત્રીજો સૌથી વધુ વનડે રેકોર્ડ છે. ઈગ્લેંડ વિરુદ્ધ સર્વાધિક 398 બનાવવાનો રેકોર્ડ ન્યૂઝીલેંડના નામે છે. જ્યારે કે ભારતે નવેમ્બર 2008માં રાજકોટમાં ઈગ્લેંડ વિરુદ્ધ 387 રન બનાવ્યા હતા. 
 
ઉલ્લેખનીય છે કે અહીંના બારાબતી સ્ટેડિયમમાં બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભારતે જોરદાર બેટિંગ લડત આપનાર ઈંગ્લેન્ડની ટીમને 15 રનથી પરાજય આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ આ સાથે ત્રણ મેચોની સિરીઝ 2-0થી પોતાના કબજામાં લઈ લીધી છે. ત્રીજી અને છેલ્લી મેચ 22 જાન્યુઆરીએ કોલકાતામાં રમાશે.
 
ભારતે પોતાના હિસ્સાની 50 ઓવરમાં 6 વિકેટે 381 રનનો જંગી સ્કોર ખડો કર્યો હતો. ઈંગ્લેન્ડે જોરદાર લડત આપી હતી, પણ પ્રવાસી ટીમ 50 ઓવરમાં 8 વિકેટના ભોગે 366 રન કરી શકી હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગને 102 રન કર્યા હતા. ટીમને જીતની નજીક લઈ જવા એ મક્કમ નિર્ધાર સાથે રમતો હતો, પણ 49મી ઓવરમાં રનઆઉટ થયો હતો. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાએ એને નોન-સ્ટ્રાઈકર એન્ડ પર રનઆઉટ કરતાં મોર્ગનની શાનદાર ઈનિંગ્ઝનો અંત આવી ગયો હતો અને ભારતીય ટીમે નિરાંતનો શ્વાસ લીધો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટ્રમ્પ આજે લેશે શપથ, પૂર્વ ગવર્નર અને તેમના જમાઈ પણ બનશે ટીમમા જોડાશે