IND vs WI 4th T20I Highlights: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચોથી T20 મેચ યુએસના સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક ફ્લોરિડામાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 9 વિકેટે જીતી લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામેની આ મેચમાં જીત બાદ હવે આ સીરીઝ 2-2 થી બરાબર થઈ ગઈ છે. શ્રેણીની પ્રથમ બે મેચમાં મળેલી હાર બાદ ભારતીય ટીમે જોરદાર વાપસી કરી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમે ટીમ ઈન્ડિયાને 179 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયાએ 17 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને આ લક્ષ્યનો પીછો કરી લીધો હતો. ભારતની જીતમાં ઓપનરોએ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી.
મેચ કેવી રહી
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી મેચની વાત કરીએ તો આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા તેમણે 8 વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમની તરફથી શાઈ હોપે 45 અને શિમરોન હેટમાયર 61 રન બનાવ્યા હતા.
આ બે બેટ્સમેનોના કારણે તેમની ટીમે ભારતને સન્માનજનક ટાર્ગેટ આપ્યો હતો. ભારતની પ્રથમ ઇનિંગમાં અર્શદીપ સિંહે ત્રણ, કુલદીપ યાદવે બે જ્યારે અક્ષર પટેલ, મુકેશ કુમાર અને યુઝવેન્દ્ર ચહલે એક-એક વિકેટ લીધી હતી. ભારત તરફથી કુલદીપ યાદવ સૌથી સફળ બોલર રહ્યો હતો. બે વિકેટ લેવાની સાથે તેણે સૌથી ઓછા રન પણ આપ્યા હતા. કુલદીપે પોતાની 4 ઓવરમાં માત્ર 26 રન જ આપ્યા હતા.
મેચની બીજી ઈનિંગની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાને 179 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારત તરફથી શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરવા મેદાનમાં આવ્યા હતા. આ બંને બેટ્સમેનોએ ટીમ ઈન્ડિયા માટે રેકોર્ડ ભાગીદારી કરી અને પ્રથમ વિકેટ માટે 165 રનની ભાગીદારી કરી. વેસ્ટ ઈન્ડિઝનો કોઈ બોલર પોતાની ટીમ માટે કંઈ ખાસ કરી શક્યો નહોતો. રોમારીયો શેફર્ડે અંતે વિકેટ ઝડપી હતી, પરંતુ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. આ દરમિયાન ગિલે 77 રન અને જયસ્વાલે 84 રન બનાવ્યા હતા.
ચોથી T20 માટે બંને ટીમોમાંથી પ્લેઈંગ 11
વેસ્ટ ઈન્ડિઝની ટીમ: બ્રાંડન કિંગ, કાયલ મેયર્સ, શાઈ હોપ, નિકોલસ પૂરન (ડબલ્યુ), રોવમેન પોવેલ (સી), શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, રોમારિયો શેફર્ડ, ઓડિયન સ્મિથ, અકીલ હોસીન, ઓબેડ મેકકોય
ભારતીય ટીમઃ યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (સી), સંજુ સેમસન (વિકેટ), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર