ભારત અને પાકિસ્તાન વચ્ચે મહિલા T20 વર્લ્ડ કપ 2024ની હાઈવોલ્ટેજ મેચ દુબઈમાં છે. આ મેચનો ટોસ થયો છે. ભારતીય કેપ્ટન હરમનપ્રીતે ટોસ માટે સિક્કો ફેંક્યો હતો. પરંતુ જ્યારે તે પડ્યો ત્યારે નિર્ણય પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાના પક્ષમાં આવ્યો.
પાકિસ્તાનના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો, ટોસ બાદ બંને ટીમોએ તેમની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી, જેમાં એક ફેરફાર જોવા મળ્યો.
ભારત-પાકિસ્તાનમાં 1-1 ફેરફાર થયો
પાકિસ્તાન ટીમની ડાયના બેગ આ મેચમાંથી બહાર છે જ્યારે પૂજા વસ્ત્રાકર ભારતીય ટીમમાં નથી. આ બંને ખેલાડીઓના ટીમની બહાર થવાનું કારણ ઈજા છે. પાકિસ્તાનની ટીમમાં ડાયના
તેની જગ્યાએ અરુબ શાહને તક મળી છે. સજનાએ વસ્ત્રાકરનું સ્થાન ભારતીય ટીમમાં લીધું છે.
મહિલા T20 વર્લ્ડ કપમાં ભારત vs પાકિસ્તાન
આ વખતે મહિલા T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન 16મી વખત આમને-સામને છે. આ પહેલા રમાયેલી 15 મેચોમાં ભારતીય મહિલાઓએ પાકિસ્તાન પર 12-3થી સરસાઈ મેળવી હતી. એટલે કે 12
જ્યારે ભારતે મેચ જીતી છે, જ્યારે 3 મેચ પાકિસ્તાનને ગઈ છે.