IND vs ENG- ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મૅચના ત્રીજા દિવસની સવાર સુધી કદાચ જ કોઈએ વિચાર્યું હશે કે મહેમાન ટીમ યજમાન ટીમને આ રીતે કારમો પરાજય આપશે.
આ મૅચમાં ઇંગ્લૅન્ડની ટીમ આ રીતે ભારત સામે જીતશે તેવી કલ્પના કદાચ કોઈએ નહીં કરી હોય. પરંતુ, ઇંગ્લૅન્ડની ટીમે એ કરી બતાવ્યું છે. મૅચના એક દિવસ પહેલાં જ તેમણે ભારતને 28 રનથી પરાજય આપ્યો છે.
આ વર્ષે 2013 બાદ સ્થાનિક મેદાન પર ભારતનો ચોથો પરાજય છે.
ઇંગ્લૅન્ડની ટીમના આ વિજયમાં બે ખેલાડીઓનો ખૂબ જ મહત્ત્વનો ફાળો રહ્યો. તેમાંથી એક છે ટૉમ હાર્ટલી, જેમની આ પ્રથમ ટેસ્ટ મૅચ હતી.
ટૉમે ભારતની બીજી ઇનિંગ્માં માત્ર 62 રન આપી સાત વિકેટ પોતાના નામે કરી. જેમાં કૅપ્ટન રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ જેવી મહત્ત્વપૂર્ણ વિકેટો પણ સામેલ હતી.