Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Rishabh Pant Accident : આટલા ભયાનક એક્સીડેંટમાં કેવી રીતે બચ્યો ઋષભ પંતનો જીવ, જુઓ એક્સીડેંટનો VIDEO

Rishabh Pant Accident : આટલા ભયાનક એક્સીડેંટમાં કેવી રીતે બચ્યો ઋષભ પંતનો જીવ, જુઓ એક્સીડેંટનો VIDEO
, શુક્રવાર, 30 ડિસેમ્બર 2022 (15:00 IST)
Rishabh Pant Accident :  ટીમ ઈંડિયાના સ્ટાર વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંત શુક્રવારે સવારે એક મોટી દુર્ઘટનામાં ભયંકર રીતે ઘાયલ થઈ ગયા.  એક્સીડેંટ પછી  દુર્ઘટના બાદ કેટલાક ફોટો અને વીડિયો સામે આવ્યા છે, જેને એકવાર જોયા બાદ કોઈ પણ ડરી શકે છે. જે કારમાં ઋષભ પંતનો અકસ્માત થયો તેની હાલત પોતે જ કહે છે કે અકસ્માત કેટલો ભયંકર હતો. જો કે સારી વાત એ છે કે ઋષભ પંત બચી ગયો છે અને હવે તે ખતરાની બહાર હોવાનું કહેવાય છે. અકસ્માતના સમયનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે. જેમા દેખાય રહ્યુ છે કે પંતની કાર એક્સીડેંટમાં રોકેટની સ્પીડથી ડિવાઈડર સાથે અથડાઈ અને થોડાક જ સેકંડમાં આગનો ગોળો બની ગયો. એવુ કહેવાય રહ્યુ છે કે જે સ્થાન પર દુર્ઘટના થઈ ત્યારબાદ લગભગ 100 મીટર દૂર જઈને કાર પલટી.  

 
હવે કેવી છે ઋષભ પંતની હાલત 
 
આટલા મોટા અકસ્માત બાદ પણ ઋષભ પંતને હવે સારું કહેવામાં આવી રહ્યું છે. પંતની સારવાર કરી રહેલા ડોકટરોનું કહેવું છે કે તેને કપાળમાં ઈજાઓ થઈ છે તેમજ તેના ઘૂંટણમાં લિગામેન્ટમાં ઈજા થઈ છે. થોડા સમય પહેલા પંતના કેટલાક ફોટો સામે આવ્યા હતા, જેમાં પીઠ પર કેટલાક મોટા કાળા નિશાન છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે આ નિશાન દાઝવાના છે, પરંતુ હવે ડોક્ટર્સનું કહેવું છે કે આ દાઝવાના નિશાન નથી. તેના બદલે, જ્યારે અકસ્માત થયો, તે જ સમયે ઋષભ પંત કારનો કાચ તોડીને બહાર આવ્યો અને ત્યાં જ પડી ગયો. તેની પીઠ પર ઈજાના નિશાન આવ્યા છે. ઘટના સવારે સાડા પાંચ વાગ્યાની જણાવવામાં આવી રહી છે.
 
બીસીસીઆઈના તરફથી આવ્યુ નિવેદન  
ઋષભ પંત જેવો અકસ્માતનો શિકાર બન્યો કે તરત જ તેનું મગજ કામ કરી ગયું અને ઉતાવળમાં તે કારનો કાચ તોડીને બહાર આવ્યો. ઋષભ પંત વિકેટ કીપર બેટ્સમેન છે, તેથી તેને મેદાન પર હંમેશા સતર્ક રહેવું પડે છે. આ જ સતર્કતાએ તેને આ અકસ્માતમાં પણ મદદ કરી અને આખી કાર આગમાં સળગી જાય તે પહેલા તે બહાર આવી ગયો. આ દરમિયાન BCCI સેક્રેટરી જય શાહનું નિવેદન સામે આવ્યું છે. તે કહે છે કે મારી પ્રાર્થના ઋષભ પંત સાથે છે. તેનું કહેવું છે કે તેણે ઋષભ પંતના પરિવાર અને તેની સારવાર કરી રહેલા ડોક્ટરો સાથે વાત કરી છે. તેમની હાલત હાલ સ્થિર છે. જય શાહે એમ પણ કહ્યું છે કે અમે તેમની સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. તેમને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાવાગઢ મંદિર અને અંબાજીમાં ગબ્બર પર ભક્તોએ શાંતિ પાઠ કરીને હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી