baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Hardik Pandya- મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યા પર લાગ્યો 12 લાખ રૂ.નો દંડ?

મુંબઈ ઇન્ડિયન્સ
, રવિવાર, 30 માર્ચ 2025 (18:04 IST)
મુંબઈ ઇન્ડિયન્સના કપ્તાન હાર્દિક પંડ્યા પર ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ યોજાયેલી મૅચમાં ધીમા ઓવર રેટ માટે 12 લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે.
 
ગુજરાતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી આઇપીએલની આ મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સને ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ 36 રને હારનો સામનો કરવો પડ્યો હતો.
 
મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ગુજરાત ટાઇટન્સના 196 રનના જવાબમાં 20 ઓવરમાં 160 રન જ બનાવી શકી હતી.
 
IPL 2025ની તેની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનું ટેન્શન વધી ગયું છે, જ્યાં તેને BCCI દ્વારા 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં ધીમી ઓવર રેટના કારણે તેના પર આ દંડ ફટકારવામાં આવ્યો છે. વાસ્તવમાં, શનિવારે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન, મુંબઈના બોલર્સ નિર્ધારિત સમયમાં 20 ઓવરના ક્વોટામાં બોલિંગ કરી શક્યા નહોતા, જેના પછી ટીમે છેલ્લી ઓવરમાં 30 યાર્ડ સર્કલની બહાર એક ફિલ્ડર ઓછો રાખવો પડ્યો હતો.
 
હાર્દિક પર પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં
BCCIએ બેશક હાર્દિકને દંડ ફટકાર્યો છે, પરંતુ આ પછી પણ તેના પર સ્લો ઓવર રેટ માટે પ્રતિબંધ નહીં લાગે. કારણ કે BCCIએ આ સિઝનમાં સ્લો ઓવર રેટ માટે કેપ્ટન પર પ્રતિબંધ લગાવવાના નિયમને ખતમ કરી દીધો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પતિને સેક્સમાં રસ નથી, માત્ર મંદિરે જાય છે, મહિલાએ કોર્ટમાં કહ્યું; ત્યારબાદ કોર્ટે આ નિર્ણય આપ્યો હતો