ક્રિકેટર ગૌતમ ગંભીર સુકમામાં નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારની મદદ માટે આગળ આવ્યા છે. તેમને શહીદ 25 સીરીઆરપીએફ જવાનોના બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે. તેઓ ગૌતમ ગંભીર ફાઉંડેશન દ્વારા મદદ માટે આગળ આવ્યા છે.
તેમણે એક છાપામાં કોલમ લખીને કહ્યુ, બુધવારે સવારે મે છાપુ ઉઠાવ્યુ તો બે શહીદ જવાનોની પુત્રીઓની ફોટો જોઈ. એક પોતાના શહીદ પિતાને સેલ્યૂટ કરી રહી હતી તો બીજી તસ્વીરમાં યુવતીને તેના ઘરના લોકો સાંત્વના આપી રહ્યા હતા.'
ગંભીરે લખ્યુ, "ગૌતમ ગંભીર ફાઉંડેશન આ શહીદોના બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવશે. મારી ટીમે કામ શરૂ કરી દીધુ છે. ટૂંક સમયમાં જ તેનુ અપડેટ આપીશ. બુધવારે રાત્રે રાઈઝિંગ પુણે સુપરજાયંટના વિરુદ્ધ મેચમાં ગંભીરે કાંડા પર કાળી પટ્ટી લગાવીને સીઆરપીએફ જવાનો પ્રત્યે સન્માન બતાવ્યુ હતુ.