Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Video: રિંકૂ સિંહના સિક્સરથી ઘાયલ થયો બાળક, તો દોડી આવ્યા બેટ્સમેન અને માંગી માફી

rinku singh
, ગુરુવાર, 14 માર્ચ 2024 (12:32 IST)
rinku singh

Rinku Singh: ભારતીય ક્રિકેટ ટીમના યુવા તોફાની બેટ્સમેન હાલ ફેંસ વચ્ચે ચર્ચાનો વિષય બન્યા રહે છે. રિકુ સિહ જ્યારે મેદાન પર બેટિંગ કરવા આવે છે તો લોકો તેમના નામના નારા લગાવવા શરૂ કરી દે છે.  હવે તેમની નજર સીધી આઈપીએલ પર ટકી છે. જેને લઈને તેઓ તૈયારીમાં લાગી ગયા છે. 
 
રિંકુ સિહ રાત દિવસ નેટ પ્રેક્ટિસ કરીને ખૂબ પરસેવો વહાવી રહ્યા છે. આમ તો આઈપીએલમાં તેઓ કલકત્તા નાઈટ રાઈડર્સની તરફથી રમતા જોવા મળ્યા છે. નેટ પ્રેકટિસ કરતી વખતે તેમની સિક્સરથી એક બાળક ઘાયલ થવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

 
જેવો જ બાળક ઘાયલ થયો ત્યારબાદ જે રિકુ સિંહે કર્યુ તે કોઈનુ પણ દિલ જીતવા માટે ઈનફ છે. તમે જોઈ શકો છો કે રિંકુ સિંહે બાળક સામે એવી હાજરી આપી કે લોકો પણ તેના વખાણ કરતા થાકી નથી રહ્યા. 
 
આઈપીએલમાં કલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી તોફાની બેટિંગ કરનારા રિંકુ સિંહનો એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેના દરેક કોઈ વખાણ કરી રહ્યુ છે.  ઉલ્લેખનીય છે કે રિંકુ સિહ નેટ પ્રેકટિસ કરતા એક એવો શોટ મારે છે કે તે જઈને  બાળકને વાગી જાય છે. શોટથી બાળક ઘાયલ થઈ જાય છે. જે જોઈને રિંકુ સિંહ તેની પાસે પહોચીને તેની માફી માંગે છે. 
એટલું જ નહીં, તેણે ઘાયલ બાળકને એક ગિફ્ટ પણ આપી છે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. કોલકાતા નાઈટ રાઈડર્સે આ વીડિયો પોતાના આઈડી પરથી સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ કેપ પર રિંકુએ ઓટોગ્રાફ પણ આપ્યો છે. વીડિયો જોઈને લોકો નીચે અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે, જેને જાણીને તમે પણ ચોંકી જશો.
 
રિંકુ સિંહ હવે ભારતીય ક્રિકેટમાં એક એવું નામ બની ગયું છે, જે સિક્સર માટે પણ જાણીતું છે. તેણે ગત સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે 474 રન બનાવ્યા હતા. જેમા ચાર હાફ સેંચુરીનો સમાવેશ હતો. રિંકુના આ રન 59.25ની એવરેજથી આવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 149.53 હતો. રિંકુએ આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ સામે તેની ઓરિજીનલ રમત બતાવી હતી. તેણે તેના યશ દયાલના પાંચ બોલ પર સતત પાંચ સિક્સર ફટકારી અને KKRને જીત અપાવી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Viral Video:ભારતની આવી કોલેજ, જ્યાં વિદ્યાર્થીઓ હેલ્મેટ પહેરીને અભ્યાસ કરે છે... કારણ જાણીને તમને આશ્ચર્ય થશે