ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ રમાવાની છે. હરભજન સિંહે ન્યૂઝીલેન્ડ સામેની આ મેચ માટે વરુણ ચક્રવર્તીને ટીમમાં સામેલ કરવાનું સમર્થન કર્યું છે. હરભજન સિંહે કહ્યું કે ગંભીર આ મિસ્ટ્રી સ્પિનર સાથે પ્રયોગ કરી શકે છે કારણ કે ન્યૂઝીલેન્ડની ટીમ સ્પિન રમવામાં બહુ સારી નથી.
હરભજન સિંહે કહ્યું, “મને લાગે છે કે વરુણ ચક્રવર્તીને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી શકે છે. કદાચ ગૌતમ ગંભીરને લાગે છે કે ન્યૂઝીલેન્ડ એટલી સારી રીતે સ્પિન નથી રમી શકતું, તેથી અહીં ચાર સ્પિનરો રમાય તેવી પણ શક્યતા છે. પાકિસ્તાન સામે હાર્દિકે સારી બોલિંગ કરી હતી. તેણે માત્ર સાત કે આઠ ઓવર જ નાખવાની હોય છે
ન્યુઝીલેન્ડ સામે હરભજન સિંહની પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી