Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

બ્રેડમૈનની ટેસ્ટ કૈપ 340,000 ડોલરમાં વેચાઈ

બ્રેડમૈનની ટેસ્ટ કૈપ 340,000 ડોલરમાં વેચાઈ
, મંગળવાર, 22 ડિસેમ્બર 2020 (11:36 IST)
22 ડિસેમ્બર ઓસ્ટ્રેલિયાના એક વ્યવસાયીએ મહાન બેટ્સમેન ડોનાલ્ડ બૈડમૈનની પ્રથમ બૈગી ગ્રીન ટેસ્ટ કૈપને લીલામીમાં ચાર લાખ 50 હજાર ઓસ્ટ્રેલિયાઈ ડોલર (ત્રણ લાખ 40 હજાર અમેરિકી ડોલર)માં ખરીદી જે ક્રિકેટની યાદગાર વસ્તુ માટે સૌથી વધુ કિમંત છે. રોડ માઈક્રોફોંસના સંસ્થાપક ફીડમૈન દ્વારા 1928માં ટેસ્ટ પદાર્પણ દરમિયાન પહેરવામાં આવેલ આ કૈપને સમગ્ર ઓસ્ટ્રેલિયામાં ફ્રેરવવાની યોજના બનાવી છે. 
 
લીલામી સાથે જોડાયેલા અધિકારીઓ મુજબ ક્રિકેટ સાથે જોડાયેલ કોઈ વસ્તુ માટે સૌથી વધુ ધનરાશિનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર શેન વોર્નની ટેસ્ટ કૈપના નામે છે. જે આ વર્ષ 10 લાખ સાત હજાર 500 ઓસ્ટ્રેલિયાઈ ડૉલર (સાત લાખ 60 હજાર અમેરિકી ડૉલર)માં વેચાઈ હતી. બ્રૈડમૈને 20 વર્ષ ઓસ્ટ્રેલિયાનુ પ્રતિનિધિત્વ કર્યુ અને આ દરમિયાન 1928થી 1948 સુધી 52 ટેસ્ત મેચ રમ્યા અને દુનિયાના સર્વકાલિન સર્વશ્રેષ્થ બેટ્સમેન માનવામાં આવે છે. તેમને 1949 માં નાઈટહુડથી સન્માનિત કરવામાં આવ્યા છે.  બ્રૈડમૈને ટેસ્ત ક્રિકેટમાં 99.94ની સરેરાશથી રન બનાવ્યા. ફ્રીડમૈને મંગળવારે કહ્યુ, "સર ડૉન બ્રેડમૈન ઓસ્ટ્રેલિયાના મહાન ખેલાડી છે. તેઓ રમતના મેદાન પર અમારા સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓમાંથી એક હોવા ઉપરાંત સર્વકાલિક મહાન ખેલાડીઓમાં સામેલ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LIVE:AMUમાંપીએમ મોદીનુ સંબોધન - 'એક ભારત શ્રેષ્ઠ ભારત' ની ધારણા મજબૂત થાય