Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

AUS vs NZ T20 WC Final: - કોણ બનશે ટી 20નો નવુ ચેંપિયન, આંકડા કરી રહ્યા ઑસ્ટ્રેલિયાની જીત ની તરફ ઈશારા

AUS vs NZ T20 WC Final: - કોણ બનશે ટી 20નો નવુ ચેંપિયન, આંકડા કરી રહ્યા ઑસ્ટ્રેલિયાની જીત ની તરફ ઈશારા
, રવિવાર, 14 નવેમ્બર 2021 (16:14 IST)
રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકે ટ્રાન્સ-તાસ્માન હરીફાઈ જોવા મળશે. ટી-20 વર્લ્ડ કપ 2021ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. જે ટીમ જીતશે તે પ્રથમવાર ટી-20 વર્લ્ડ ચેમ્પિયન બનશે. રસપ્રદ વાત એ છે કે, વર્લ્ડ કપના પ્રારંભ અગાઉ બંને ટીમોને ટાઈટલની પ્રબળ દાવેદાર મનાતી નહોતી. જો  જોકે છતાં બંને ટીમો ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી. ઓસ્ટ્રેલિયન ટીમ બીજીવાર ફાઈનલ રમશે. જ્યારે ન્યૂઝીલેન્ડ પ્રથમવાર ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ રમશે. વિલિયમ્સનની ટીમ 2015 વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલી હારનો બદલો લેવા માગશે. બંને ટીમો ટી-20 વર્લ્ડ કપમાં માત્ર બીજીવાર એકબીજા સામે રમશે. આ અગાઉની મેચ ન્યૂઝીલેન્ડ જીતી હતી. બંને ટીમો છેલ્લે 8 મહિના અગાઉ એકબીજા સામે ટી-20 મેચ રમી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ 5 ટી-20 મેચની સીરિઝ માટે ન્યૂઝીલેન્ડ ગઈ હતી. આ સીરિઝ કિવી ટીમે 3-2 થી જીતી હતી. 
webdunia
જીત સાથે જ ટી-20માં પણ વર્લ્ડ નંબર-1 બનશે ન્યૂઝીલેન્ડ
કેન વિલિયમ્સન એન્ડ કંપની ટેસ્ટમાં વર્લ્ડ ચેમ્પિયન હોવાની સાથે વર્લ્ડ નંબર-1 છે. ટીમ વન-ડે રેન્કિંગમાં પણ ટોપ પર છે. જો ટીમ રવિવારે ટી-20 વર્લ્ડ ચેમ્પિયન બને તો તે ક્રિકેટના નાના ફોર્મેટમાં પણ નંબર-1 ટીમ બની જશે. જો આમ થાય તો ન્યૂઝીલેન્ડ ત્રણેય ફોર્મેટમાં ટોપ પર પહોંચનાર પ્રથમ ટીમ બનશે. ન્યૂઝીલેન્ડ હાલ ચોથા ક્રમે છે.
 
ઑસ્ટ્રેલિયાની જીત ની તરફ ઈશારા 
ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની ટીમો 14 વખત T20 ઈન્ટરનેશનલમાં એકબીજા સામે રમી છે. જેમાંથી 9 વખત કાંગારુ ટીમનો વિજય થયો છે જ્યારે માત્ર ચારમાં જ વિજય કિવી ટીમના પક્ષમાં રહ્યો છે. એરોન ફિન્ચની ટીમની ન્યુઝીલેન્ડ સામેની જીતની ટકાવારી 64.28 છે. જો કે, જો છેલ્લી પાંચ ટી-20 મેચોની વાત કરીએ તો અહીં કેન વિલિયમસનની ટીમ ત્રણમાં મેદાનમાં ઉતરી છે અને ઓસ્ટ્રેલિયાએ બે મેચ જીતી છે. આ ટૂર્નામેન્ટમાં બંને ટીમોએ જોરદાર રમત બતાવી છે. ઓસ્ટ્રેલિયાએ ગ્રુપ સ્ટેજમાં દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ જેવી ટીમોને હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી. આ સાથે જ ન્યૂઝીલેન્ડે પણ ટીમ ઈન્ડિયાને ચારેય મેચમાં હરાવ્યું હતું.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હાર્દિક પટેલના નિવેદનથી ખળભળાટ